અયોધ્યામાં મસ્જિદ બની જશે તો પણ નમાજ શક્ય નહી બની શકે: રિઝવી

અયોધ્યા રામ મંદિરના પક્ષમાં હવે રાષ્ટ્રીય લઘુમતી પંચના અધ્યક્ષ ગયૂરુલ હસન રિઝવી પણ ઉતરી આવ્યા છે

અયોધ્યામાં મસ્જિદ બની જશે તો પણ નમાજ શક્ય નહી બની શકે: રિઝવી

અયોધ્યા : રાષ્ટ્રીય લઘુમતિ પંચના વડા હવે અયોધ્યાના વિવાદિત સ્થળ પર રામ મંદિરના સમર્થનમાં ઉતર્યા છે. પંચના મુખિયા ગરૂરુલમ હસન રિઝવીએ કહ્યું કે, અનેક મુસ્લિમ સંગઠનો અયોધ્યામાં રામ મંદિર બને તેના પક્ષમાં છે. તેમણે તર્ક પણ આપ્યો કે અયોધ્યામાં રામ મંદિરન બની જવાથી શાંતિ સ્થાપિત થશે. તેમણે તેમ પણ જણાવ્યું કે, જો અયોધ્યામાં મસ્જિદ બની પણ જશે તો ત્યાં નમાજ નહી પઢી શકાય. 

રિઝવીએ કહ્યું કે, અમે 14 નવેમ્બરે એક મીટિંગ યોજી રહ્યા છે. અનેક મુસ્લિમ સંગઠન જેમણે મારી સાથે મુલાકાત કરી તમામ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનાં પક્ષમાં છે કારણ કે જો ત્યાં મસ્જિદનું નિર્માણ થઇ પણ જાય છે તો ત્યાં નમાજ અદા કરી શકાશે નહી. રામ મંદિર બની જવાનાં કારણે ન માત્ર અયોધ્યા પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં શાંતિ સ્થાપિત થશે. માટે અનેક મુસ્લિમ સંગઠનો પણ રામ મંદિર બને તે માટે ઇચ્છુક છે. 

— ANI (@ANI) November 12, 2018

ઉલ્લેખનીય છે કે, રામ જન્મભુમિ- બાબરી મસ્જિદ જમીન વિવાદ મુદ્દે હિંદુ મહાસભાની ઝડપી સુનવણી કરવાની અરજીને સુપ્રીમ કોર્ટે સોમવારે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે અરજી અંગે ઝડપી સુનવણીની માંગફને ભગાવતા કહ્યું કે, કોર્ટ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુકી છે. સુનવણી માટેની તારીખ પણ અપાઇ ચુકી છે. અખિલ ભારતીય હિંદુ મહાસભાની તરફથી વકીલ વરુણ સિન્હાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news