હવે બજરંગબલીની જાતિ પર વિવાદ, 'હનુમાનજી દલિત નથી પરંતુ અનુસૂચિત જનજાતિના છે' 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજરંગબલીને દલિત ગણાવી દેતા મોટો વિવાદ થઈ ગયો. હજુ પણ આ મુદ્દે નિવેદનો ચાલુ જ છે.

હવે બજરંગબલીની જાતિ પર વિવાદ, 'હનુમાનજી દલિત નથી પરંતુ અનુસૂચિત જનજાતિના છે' 

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજરંગબલીને દલિત ગણાવી દેતા મોટો વિવાદ થઈ ગયો. હજુ પણ આ મુદ્દે નિવેદનો ચાલુ જ છે. સીએમ યોગીના નિવેદન બાદ હવે એસટી આયોગના અધ્યક્ષ નંદકુમાર સાયે નિવેદન આપ્યું અને હનુમાનજીને અનુસૂચિત જનજાતિના ગણાવી દીધા. તેમણે કહ્યું કે સીએમ યોગીએ કયા સંદર્ભમાં તેમને દલિત કહ્યા, તેમની વ્યાખ્યા તેઓ સ્પષ્ટ કરી શકતા નથી. તેમણે કહ્યું કે જનજાતિ સમાજમાં હનુમાન, ગીધ બધા ગોત્ર હોય છે. લડાઈ સમયે જનજાતિ વર્ગના લોકો પણ ભગવાન રામની સાથે હતાં. હનુમાનજી દલિત નથી પરંતુ અનુસૂચિત જનજાતિના છે. 

એક બેઠકમાં ભાગ લેવા લખનઉ પહોંચેલા નંદકુમાર સાયે ગુરુવારે (29 નવેમ્બર) કહ્યું કે 'જનજાતિઓમાં હનુમાન એક ગોત્ર હોય છે. એટલે કે તિગ્ગા છે. તિગ્ગા કુડુકમાં છે. તિગ્ગાનો અર્થ બંદર થાય છે. અમારા ત્યાં કેટલીક જનજાતિઓમાં સાક્ષાત હનુમાન પણ ગોત્ર છે, અને અનેક જગ્યાએ ગીધ ગોત્ર છે. જે દંડકારણ્યમાં ભગવાન (રામ)એ સેના ભેગી કરી હતી, તેમાં આ જનજાતિ વર્ગના લોકો આવે છે, આથી હનુમાન દલિત નહીં પરંતુ જનજાતિના છે.'

— UttarPradesh.ORG News (@WeUttarPradesh) November 29, 2018

અત્રે જણાવવાનું કે હાલમાં જ રાજસ્થાનના અલવરના માલખેડામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રચાર દરમિયાન હનુમાનજીને દલિત ગણાવ્યાં હતાં. માલખેડામાં એક સભાને સંબોધિત કરતા યોગીએ બજરંગબલીને દલિત, વનવાસી, ગિરવાસી અને વંચિત ગણાવ્યાં. સીએમ યોગીએ કહ્યું હતું કે બજરંગબલી એક એવા દેવતા છે જે સ્વયં વનવાસી છે, ગિરવાસી છે, દલિત છે અને વંચિત છે. આ નિવેદન બાદ બ્રાહ્મણ સમાજ ખુબ નારાજ થઈ ગયો. રાજસ્થાન બ્રાહ્મણ સભાએ સીએમ યોગી પર જાતિના ભાગલા પાડવાનો આરોપ લગાવીને લીગલ નોટિસ પણ ફટકારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news