આઝાદી બાદ પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે નહેરુએ RSS પાસે મદદ માગી હતી: ઉમા ભારતી

કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ દાવો કર્યો છે કે આઝાદીના થોડા સમય બાદ જ્યારે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર હુમલો કર્યો હતો ત્યારે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આરએસએસની મદદ માંગી હતી. તેમણે ભારતીય સેનાને લઈને આરએસએસ પ્રમુખ દ્વારા કરાયેલી ટિપ્પણી વચ્ચે આ દાવો કર્યો. 

Viral Raval Viral Raval | Updated: Feb 14, 2018, 10:57 AM IST
આઝાદી બાદ પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે નહેરુએ RSS પાસે મદદ માગી હતી: ઉમા ભારતી
ફાઈલ તસવીર

ભોપાલ: કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ દાવો કર્યો છે કે આઝાદીના થોડા સમય બાદ જ્યારે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર હુમલો કર્યો હતો ત્યારે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આરએસએસની મદદ માંગી હતી. તેમણે ભારતીય સેનાને લઈને આરએસએસ પ્રમુખ દ્વારા કરાયેલી ટિપ્પણી વચ્ચે આ દાવો કર્યો. 

નહેરુ દુવિધામાં હતાં અને પાકિસ્તાને અચાનક જ હુમલો કરી નાખ્યો-ઉમા ભારતી
ઉમાએ પત્રકારો સાથે વાતચીતમાં દરમિયાન ભાગવતની ટિપ્પણી પર સીધેસીધુ કઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો. જો કે તેમણે કહ્યું કે આઝાદી બાદ કાશ્મીરના રાજા મહારાજા હરિસિંહ સંધિ પર હસ્તાક્ષર કરતા નહતાં અને શેખ અબ્દુલ્લાએ તેમના પર હસ્તાક્ષર માટે દબાણ કર્યું. તેમણે કહ્યું કે નહેરુ દુવિધામાં હતાં અને ત્યારબાદ પાકિસ્તાને અચાનક હુમલો કરી નાખ્યો અને તેના સૈનિકો ઉધમપુર તરફ આગળ વધવા લાગ્યાં. 

આરએસએસ સ્વયંસેવક મદદ માટે જમ્મુ કાશ્મીર ગયા હતાં-ઉમા
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તે સમયે નહેરુજીએ ગુરુ ગોવલકર (તત્કાલિન આરએસએસ પ્રમુખ એમ એસ ગોવલકર) પાસે આરએસએસના સ્વયંસેવકોની મદદ માંગી. આરએસએસ સ્વયંસેવકો મદદ માટે જમ્મુ અને કાશ્મીર ગયા હતાં. 

RSS પાસે ત્રણ દિવસની અંદર સેના તૈયાર કરવાની ક્ષમતા-ભાગવત
ઉમા ભારતીએ આ વાત આરએસએસ પ્રમુખ ભાગવતની એ ટિપ્પણીની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કરી જેમાં તેમણે કહ્યું હતું કે જો જરૂર પડી તો દેશ માટે લડવા આરએસએસ પાસે ત્રણ દિવસની અંદર સેના તૈયાર કરવાની ક્ષમતા છે. પોતાના છ દિવસની મુઝફ્ફરપુર યાત્રાના અંતિમ દિવસે જિલ્લા સ્કૂલ મેદાનમાં આરએસએસના સ્વયંસેવકોને સંબોધિત કરતા ભાગવતે કહ્યું હતું કે સેનાને સૈન્યકર્મીઓને તૈયાર કરવામાં છ-સાત મહિના લાગશે પરંતુ સંઘના સ્વયંસેવકોને લઈને ત્રણ મહિનાની અંદર સેના તૈયાર થઈ જશે. આ અમારી ક્ષમતા છે પરંતુ અમે સૈન્ય સંગઠન નથી, પારિવારિક સંગઠન છીએ. પરંતુ સંઘમાં મિલેટ્રી જેવું અનુશાસન છે. જો ક્યારેક દેશને જરૂર પડી અને બંધારણ પરવાનગી આપે તો સ્વયંસેવક મોરચો સંભાળી લેશે. તેમણે કહ્યું કે આરએસએસના સ્વયંકસેવક માતૃભૂમિની રક્ષા માટે હસતાં હસતાં બલિદાન આપવા માટે તૈયાર છે. ભાગવતે કહ્યું કે દેશની વિપદામાં સ્વયંસેવક દરેક વખતે હાજર રહે છે.