હવે જોવા મળશે રાહુલ ગાંધીનું મંદિર પોલિટિક્સ, બનાવ્યો છે જબરદસ્ત માસ્ટરપ્લાન

રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

હવે જોવા મળશે રાહુલ ગાંધીનું મંદિર પોલિટિક્સ, બનાવ્યો છે જબરદસ્ત માસ્ટરપ્લાન

નવી દિલ્હી : રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સંજોગોમાં કોંગ્રેસે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસના રણનીતિકારોનું માનવું છે કે ગુજરાત ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીના મંદિર દર્શન રાજકારણને લોકોએ પસંદ કર્યું છે અને હવે રાજસ્થાનની ચૂંટણીમાં એનું પુનરાવર્તન કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)એ રાજસ્થાન અને કર્ણાટક સહિત અનેક રાજ્યોના સ્ટેટ યુનિટ પાસેથી રાજ્યની મહત્વના મંદિરોની યાદી મંગાવી છે. હિંદુઓમાં ખોવાયેલા જનાધારને પાછો મેળવવા કોંગ્રેસ મંદિર રાજકારણને ગંભીરતાથી લઈ રહી છે. ગુજરાત ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ 27 મંદિરોમાં માથું નમાવ્યું હતું. ગુજરાતમાં લગભગ 87 સીટ મંદિર પ્રભાવિત હતી જેમાં કોંગ્રેસને 47 સીટો પર જીત મળી છે.  

રાહુલ સંભાળશે પ્રચારની કમાન
કર્ણાટક તેમજ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીને રાજ્યના મોટા કોંગ્રેસી નેતાઓ મંદિર તેમજ ધાર્મિક જગ્યાઓ પર દર્શન કરાવવાની યોજના બનાવી રહ્યા છે. જે જગ્યા પર લોકસભા અને એક વિધાનસભા ઉપચૂંટણી થવાની છે ત્યાં પર પ્રચાર માટે રાહુલ ગાંધી આવવાની તૈયારી કરી રહ્યા છે. રાહુલ ગાંધીના સલાહકારોનું ફોકસ એવા મંદિરો પર છે જેની બહુ મોટી ધાર્મિક માન્યતા છે. 

આ છે રાજસ્થાનના મોટા મંદિર
રાજસ્થાનના મોટા મંદિરોમાં ચિત્તોડગઢના સાંવલિયાજી, રાજસમંદના ચારભુજાજી, નાથદ્વારામાં શ્રીનાથઝી, પુષ્કરના બ્રહ્મા મંદિર, બાંસવાડાના ત્રિપુરા સુંદરી, કરૌલીમાં મદનમોહનજી, કૈલાદેવી, સાલાસાર બાલાજી, બિકાનેર જિલ્લામાં જંભેશ્વર મંદિર, દેશનોક કરણી માતા, અલવર જિલ્લાના ભતૃહરી મંદિર અને જયપુરના ગોવિંદદેવજી મંદિર શામેલ છે. આ મંદિર પર કોંગ્રેસના નેતાઓ ફોકસ કરી શકે છે. રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 સીટ છે. હાલમાં 163 સીટ બીજેપી પાસે અને 21 સીટ કોંગ્રેસ પાસે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news