શશિ થરૂરે કહ્યુ, હિંદુ પાકિસ્તાન, કોંગ્રેસે કહ્યું મોઢુ સંભાળીને વાત કરો

કોંગ્રેસમાં પણ થરૂરના નિવેદન અંગે વિવાદ કેટલાક નેતાઓ સમર્થનમાં તો કેટલાક વિરોધમાં

Updated: Jul 12, 2018, 07:05 PM IST
શશિ થરૂરે કહ્યુ, હિંદુ પાકિસ્તાન, કોંગ્રેસે કહ્યું મોઢુ સંભાળીને વાત કરો

નવી દિલ્હી : કોંગ્રેસે પોતાનાં નેતા શશિ થરૂરના હિંદૂ પાકિસ્તાન અંગેના નિવેદનને ફગાવી દીધું હતું અને કહ્યું કે ભારતને લોકશાહી અને તેનાં મૂલ્ય એટલા મજબુત છે કે ભારત ક્યારે પણ પાકિસ્તાન બનાવીની સ્થિતીમાં જઇ શકે નહી. પાર્ટીએ પોતાનાં નેતાઓને સલાહ આપી કે ભાજપની ધૃણાનો જવાબ આપતા સમયે તે સંપુર્ણ સાવધાની વર્તે. બીજી તરફ થરૂરે આ નિવેદન અંગે ભાજપે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા રાહુલ ગાંધીને માફી માંગવા માટેની માંગણી કરી છે. 

કોંગ્રેસના મુખ્યપ્રવક્તા રણદીપ સુરજેવાલે ટ્વીટ કરીને આરોપ લગાવ્યો, મોદી સરકારે ગત્ત ચાર વર્ષોમાં વિભાજન, કટ્ટરતા, ધૃણા, અસહિષ્ણુતા અને ધ્રુવીકરણનું વાતાવરણ પેદા કર્યું છે. તેમણે કહ્યું કે, બીજી તરફ કોંગ્રેસ બહુલવાદ, વિવિધતા, વિભિન્ન ધર્મો અને સમુદાયોની વચ્ચે ભાઇચારા અને સદ્ભાવના મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. 

સુરજેવાલે કહ્યું કે, ભારતના મૂલ્યો અને મુળ સિદ્ધાંતો અમારી સભ્યતાગત ભુમિકાની સ્પષ્ટ ગેરેન્ટી આપે છે. કોંગ્રેસના તમામ નેતાઓને ભાજપની ધૃણાને ફગાવી દેવા માટે શબ્દ અને વાક્ટ બોલતા સમયે તે વાતનો અહેસાસ થવો જોઇએ કે તે ઐતિહાસિક જવાબદારી (મુલ્યો કરીને રક્ષા કરવાની) અમારા ખભા પર છે. તે અગાઉ કોંગ્રેસ નેતા જયવીર શેરગિલે કહ્યું કે, ભારતની લોકશાહી એટલી મજબુત છે કે સરકારો આવતી જતી રહે છે, પરંતુ દેશ ક્યારે પણ પાકિસ્તાન ન બની સખે. ભારત એક બહુભાષી અને બહુધર્મી દેશ છે. તેમણે કહ્યું કે, હું કોંગ્રેસના દરેક નેતા અને કાર્યકર્તાઓને આગ્રહ કરીશ કે તેઓ આ વાતનું ધ્યાન રાખવા કે કેવા નિવેદનો આપવાનાં છે. 

શેરગિલે કહ્યું કે,  ભાજપ પોતાના નેતાઓનાં વિવાદિત નિવેદનો પર ચુપકીદી સાધી લે, પછી તે ભાજપ આઇએસઆઇને ભારત બોલાવે, પછી ભાજપ જમ્મુ કાશ્મીરની ચૂંટણી માટે પાકિસ્તાનનો આભાર વ્યક્ત કરે, પછી ભાજપના મંત્રી ગુનાખોરોને હાર પહેરાવીને આ દેશના સંવિધાનને હરાવી દે, પરંતુ આપણે બોલવામાં સાવધાની વર્તવી જોઇએ.

ઘણા નેતાઓનું સમર્થન
જો કે કેટલાક કોંગ્રેસ નેતાઓ થરૂરનું સમર્થન કર્યું છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, થરૂરે કંઇ પણ વિવાદિત નથી કહ્યું. તેમનો અંગત દ્રષ્ટિકોણ છે. એનસીપી નેતા શરદ યાદવે પણ થરૂરનાં નિવેદનનું સમર્થન કર્યું છે. જેવું 4 વર્ષથી કામ થઇ રહ્યું છે કોઇ પણ વિચારશે કે હિંદૂ રાષ્ટ્ર બનાવવા માટે ચાલી રહ્યું છે. ભાજપની 2019માં વિદાઇ થઇ જશે. ભાજપે 4 વર્ષમાં માત્ર ધાર્મિક અને જાતિગત ઉન્માદ જ ફેલાવ્યો છે. તેના મંત્રી લોન્ચિંગ કરનારા લોકોનું સ્વાગત કરે છે. 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close