હિંદુ હોવાનો અર્થ સમજાવવા માટે હું સંઘ અને ભાજપનો આભારી છું: રાહુલ

મોદી સરકાર વિરૂદ્ધ લોકસભામાં શુક્રવારે સવારે 11 વાગ્યાથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. સદનની કાર્યવાહી શરૂ થતાં જ જય શ્રીરામના નારા લગાવ્યા. સ્પીકર સુમિત્રા મહાજને ચર્ચા રોકતાં કહ્યું 'જેનાપર તમે લોકો આરોપ લગાવો છો, તેના પર બોલવાનો અધિકાર છે.' 

હિંદુ હોવાનો અર્થ સમજાવવા માટે હું સંઘ અને ભાજપનો આભારી છું: રાહુલ

નવી દિલ્હી: મોદી સરકાર વિરૂદ્ધ લોકસભામાં શુક્રવારે સવારે 11 વાગ્યાથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. સદનની કાર્યવાહી શરૂ થતાં જ જય શ્રીરામના નારા લગાવ્યા. સ્પીકર સુમિત્રા મહાજને ચર્ચા રોકતાં કહ્યું 'જેનાપર તમે લોકો આરોપ લગાવો છો, તેના પર બોલવાનો અધિકાર છે.' તેમણે લોકસભા સભ્યોને ભાષા પર ધ્યાન આપવા અને ડેકોરમ મેંટેન કરવાની અપીલ કરી. અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ભાષણ આપ્યું. રાહુલ ગાંધી પોતાનું ભાષણ ખતમ કરીને નરેંદ્ર મોદી પાસે ગયા અને તેમને ગળે મળીને હાથ મિલાવ્યો. જોકે રાહુલ ગાંધીના ભાષણ બાદ સદનમાં હંગામો શરૂ થઇ ગયો.

રાહુલ ગાંધી દ્વારા રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પર લગાવવામાં આવેલા આરોપો પર સ્પષ્ટતા આપતાં રક્ષા મંત્રીએ કહ્યું કે તેમણે રાફેલ ડીલ પર એંટનીના બનાવેલા કરારને આગળ વધાર્યો છે. રક્ષા મંત્રીએ કહ્યું કે રાફેલ ડીલની જાણકારી સાર્વજનિક કરી ન શકાય. રાહુલ ગાંધીએ કહ્યું 'તમે વિચારતા હશો કે મારા દિલમાં વડાપ્રધાન માટે ગુસ્સો છે પરંતુ મારા દિલમાં પીએમ અને સંઘ માટે પ્રેમ છે. તેમણે મને દેશભક્તિ અને હિંદુ હોવાનો અર્થ સમજાવ્યો.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેંદ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું કે તે મોટા બિઝનેસમેનનો સપોર્ટ કરે છે પરંતુ દેશના ગરીબો માટે તેમના દિલમાં જગ્યા નથી. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતાં કહ્યું કે 'હવે પીએમ ઇમાનદાર રહ્યા નથી, એટલા માટે તે મારી સાથે નજર મિલાવી શકતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે આખા દેશે જોયું કે મેં સ્પષ્ટ કહ્યું છે એટલા માટે મોદી મારી સાથે નજર મિલાવી શકતા નથી. રાહુલ ગાંધીએ પીએમ મોદી વિના એજેંડા ચીન જાય છે ડોકલામ પર વાત બનતી નથી. તેમણે સૈનિકો સાથે દગો કર્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં લોકો મૃત્યું પામે છે, મારઝૂડ કરવામાં આવે છે, કચડવામાં આવે છે પરંતુ પીએમ મોદી મોંઢામાંથી એક શબ્દ બોલી નથી રહ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમે કહ્યું હતું કે હું ચોકીદાર છું, પરંતુ મિત્ર (અમિત શાહ)ના પુત્રની આવક વધી તો પીએમ મોદી કંઇ ન બોલ્યા. રાફેલ ડીલ પર રાહુલે સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જ્યારે પીએમ મોદી ગયા તો ડીલનું બજેટ વધી ગયું. જાદૂથી આ ભાવ 1600 કરોડ રૂપિયા થઇ ગયા. રાહુલ ગાંધીએ રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પર પણ નિશાન સાધ્યું. તેમણે રક્ષા મંત્રી પર રાફેલ ડીલના સાચા ભાવ ન જણાવવાનો આરોપ લગાવ્યો. તેના પર સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું કે 'રાહુલ ગાંધીએ વારંવાર રક્ષામંત્રીનું નામ લીધું છે, એટલા માટે તેમને જવાબ આપવાની તક આપવામાં આવે. 

રાહુલ બોલતા રહ્યાં અને પીએમ હસતાં રહ્યાં
રાહુલ ગાંધી જ્યારે પીએમ મોદી પર પ્રહારો કરી રહ્યાં હતાં ત્યારે પીએમ મોદી ખડખડાટ હસતા હતાં. રાહુલ મોદી સરકારની નિષ્ફળતાઓને ગણાવી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે પીએમ બાર નથી જતા. રાહુલ જેવું આ બોલ્યા કે બધા હસવા લાગ્યાં. ત્યારબાદ તરત પોતાની ભૂલ સુધારતા તેમણે  કહ્યું કે વડાપ્રધાન બહાર જાય છે તો ફક્ત ઓબામા અને ટ્રમ્પને મળવા. રાહુલ ગાંધીએ આ ઉપરાંત રાફેલ ડીલ, રોજગાર, કાળા નાણા જેવા અનેક મુદ્દાઓ પર પ્રહારો કર્યાં. રાફેલ ડીલ પર બોલતા તેમણે કહ્યું કે પીએમ મોદી મારી સાથે આંખ મિલાવી શકતા નથી. આ સાંભળીને ફરી એકવાર હાસ્યના ફૂવારા છૂટ્યાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news