Petrol-Dieselની કિંમતમાં સતત 13મા દિવસે ભડકો, જાણો તમારા શહેરમાં શું છે આજનો ભાવ

Petrol Diesel Price Today : પેટ્રોલ ડીઝલના ભાવ ફરી એકવાર આસમાનને ચઢી રહ્યા છે. ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ મંગળવારે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.

Petrol-Dieselની કિંમતમાં સતત 13મા દિવસે ભડકો, જાણો તમારા શહેરમાં શું છે આજનો ભાવ

અમદાવાદ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી કોલકાતા અને મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં 13 પૈસા જ્યારે ચેન્નાઇમાં 14 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. જ્યારે ડીઝલનાં ભાવમાં દિલ્હી અને કોલકાતમાં 19 પૈસા જ્યારે મુંબઇમાં 20 પૈસા અને ચેન્નાઇમાં 21 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં મંગળવારે પેટ્રોલનાં ભાવ ક્રમશ 71.27 રૂપિયા, 73.36 રૂપિયા, 76.90 રૂપિયા અને 73.99 રૂપિયા પ્રતિ લિટર નોંધાયા છે. ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમત ભાવ વધારા બાદ ક્રમશ 65.90 રૂપિયા, 67.68 રૂપિયા, 69.01 રૂપિયા અને 69.62 રૂપિયા પ્રતિ લિટર થઇ ચુકી છે. 

નોએડા અને ગાઝીયાબાદમાં પેટ્રોલ ડિઝલની કિંમત
બીજી તરફ દિલ્હીના પાડોશમાં રહેલા નોએડામાં પેટ્રોલ 70.82 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ 64.89 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે,દિલ્હીની તુલનામાં ગાઝિયાબાદ અને નોએડામાં ટેક્સ ઓછો હોવાનાં કારણે પેટ્રોલ-ડીઝલ પ્રમાણમાં સસ્તું મળે છે. 

ક્રુડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય વાયદા બજાર કાચા તેલમાં નરમી જોવા મળી રહી છે. જો કે બ્રેંટ ક્રુડનો ભાવ અત્યાર સુધી 62 ડોલર પ્રતિ ડોલરથી ઉપર ચાલી રહ્યો છે અને ડબલ્યુટીઆઇ પણ 53 ડોલર પ્રતિ બેરલનાં ઉચ્ચ ભાવ પર યથાવત્ત છે. કોમોડિટી વિશ્લેષક જણાવે છે કે ચીનની મંદીના રિપોર્ટ આવ્યા બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થાનાં વિકાસની ગતિ અટકવાનાં અંદેશા વચ્ચે કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news