બીકે હરિપ્રસાદ અંગે વડાપ્રધાન મોદીની અપમાનજનક ટીપ્પણીને રાજ્યસભા રેકોર્ડમાંથી હટાવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભા ઉપસભાપતિના સ્વરૂપે એનડીએ ઉમેદવાર હરિવંશની જીત બાદ અપાયેલા પોતાના ભાષણમાં કોંગ્રેસ ઉમેદવાર બીકે હરિપ્રસાદ મુદ્દે એખ ટીપ્પણી કરી હતી, જેને અપમાનજનક માનીને સદનના રેકોર્ડથી હટાવી દેવામાં આવ્યા. તે અગાઉ રાજ્યસભાના સભાપતિ વૈંકેયા નાયડૂએ ફરિયાદ અંગે કહ્યું હતું કે ભાષણને જોવામાં આવશે અને જો તેમાં કાંઇ પણ અપમાનજનક લાગ્યું તો તેને રેકોર્ડ પરથી હટાવી દેવામાં આવશે. 

Updated: Aug 10, 2018, 06:04 PM IST
બીકે હરિપ્રસાદ અંગે વડાપ્રધાન મોદીની અપમાનજનક ટીપ્પણીને રાજ્યસભા રેકોર્ડમાંથી હટાવાશે

નવી દિલ્હી : હરિપ્રસાદ અંગે PMની અપમાનજકન ટીપ્પણીને રાજ્યસભા રેકોર્ડથી હટાવાશેનવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભા ઉપસભાપતિના સ્વરૂપે એનડીએ ઉમેદવાર હરિવંશની જીત બાદ અપાયેલા પોતાના ભાષણમાં કોંગ્રેસ ઉમેદવાર બીકે હરિપ્રસાદ મુદ્દે એખ ટીપ્પણી કરી હતી, જેને અપમાનજનક માનીને સદનના રેકોર્ડથી હટાવી દેવામાં આવ્યા. તે અગાઉ રાજ્યસભાના સભાપતિ વૈંકેયા નાયડૂએ ફરિયાદ અંગે કહ્યું હતું કે ભાષણને જોવામાં આવશે અને જો તેમાં કાંઇ પણ અપમાનજનક લાગ્યું તો તેને રેકોર્ડ પરથી હટાવી દેવામાં આવશે. 

કોંગ્રેસનો વિરોધ
વડાપ્રધાન મોદીની ટીપ્પણી અંગે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ તેના નિવેદનનાં તે હિસ્સાને સદનની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવશે. સામાન્ય રીતે સદનમાં ભાષણ દરમિયાન કોઇ અપમાનજનક વાતને કહી દેવી સામાન્ય બાબત છે, પરંતુ એવું ખુબ જ ઓછી વખત થાય છે કે વડાપ્રધાનના ભાષણને કોઇ પ્રકારે હટાવવા પડશે. 

સદનમાં હરિ - કૃપા
NDA ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને જીતની શુભકામના આપતા વડાપ્રધાને કહ્યું હતું કે, આ ચૂંટણી બે હરિની વચ્ચે હતી. હવે સદન પર હરિ કૃપા રહેશે. વડાપ્રધાને ત્યાર બાદ બીકે હરિપ્રસાદના નામનો ઉલ્લેખ કરતા ટીપ્પણી કરી હતી કે જેના પર કોંગ્રેસ પાર્ટીએ વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજ્યસભા સચિવાલયના અનુસાર વડાપ્રધાનના ભાષણના એક હિસ્સાનો વિરોધ અને અપમાનજનક ગણવામાં આવ્યો અને તેને રેકોર્ડ પરથી હટાવી દેવામાં આવ્યું છે. 

રાજ્યસભા ઉપસભાપતિ માટે ગુરૂગ્રામમાં મત નાખવામાં આવ્યા. ચુંટણીમાં એનડીએના ઉમેદવાર હરિવંશ અને વિપક્ષના ઉમેદવાર બીકે હરિપ્રસાદ વચ્ચે સીધી ટક્કર હતી. આ ચૂંટણીમાં હરિવંશને જીત મળી. જનતા દળ યૂનાઇટેડના રાજ્યસભા સાંસદ હરિવંશે કોંગ્રેસના બીકે હરિપ્રસાદને હરાવી દીધા હતા. એનડીએ ઉમેદવાર હરિવંશને સદનમાં 125 મત મળ્યા જ્યારે વિપક્ષના ઉમેદવાર બીકે હરિપ્રસાદને 105 મત મળ્યા હતા.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close