PNB કૌભાંડ : CBIની કાર્યવાહી, નીરવ મોદીનો CFO વિપુલ અંબાણીની ધરપકડ

વિપુલ અંબાણી, ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ એટલે કે નીરવ મોદીની કંપનીનો મુખ્ય નાણા અધિકારી (CFO) છે અને કંપનીની નાણાંકિય લેવડ-દેવડની જાણકારી રાખે છે. 

  PNB કૌભાંડ : CBIની કાર્યવાહી, નીરવ મોદીનો CFO વિપુલ અંબાણીની ધરપકડ

નવી દિલ્હીઃ હીરા વ્યાપારી નીરવ મોદી દ્વારા કરવામાં આવેલા 11,500 કરોડના પીએનબી કૌભાંડમાં સતત નવા ખુલાસા થતા રહે છે. સીબીઆઈ નીરવ મોદીની સંસ્થાઓ પર સતત છાપામારી કરી રહી છે, અને કંપનીઓના અધિકારીઓની ધરપકડ કરી રહી છે. સીબીઆઈએ મંગળવારે મુકેશ અંબાણીના કઝિન ભાઈ વિપુલ અંબાણીની ધરપકડ કરી છે. સીબીઆઈ તથા અન્ય તપાસ એજન્સીઓ છેલ્લા કેટલાક દિવસથી વિપુલની પૂછપરછ કરી રહી હતી. વિપુલ અંબાણી, ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ એટલે કે નીરવ મોદીની કંપનીનો મુખ્ય નાણા અધિકારી (CFO) છે અને કંપનીની નાણાંકિય લેવડ-દેવડની જાણકારી રાખે છે. 

વિપુલ સહિત 5ની ધરપકડ
સીબીઆઈએ વિપુલ સિવાય નીરવ મોદીની ત્રણ કંપનીઓમાં અધિકૃત સહી કરનાર કવિતા માનકીકર, ફાયરસ્ટાર્સ ગ્રૂપના સીનિયર એક્ઝિક્યુટિવ અર્જુન પાટિલ, નક્ષત્ર ગ્રુપના સીએફઓ કપિલ ખાંડેલવાલ, તથા ગીતાંજલી ગ્રુપના મેનેજર નિતેન શાહીની ધરપકડ કરી છે. 

વિપુલની ચાલતી હતી પૂછપરછ
સોમવારે સીબીઆઈએ વિપુલ અંબાણી અને રવિ ગુપ્તા સિવાય ઘણા પીએનબીના અધિકારીઓની પૂછપરછ કરી રહી હતી. સીબીઆઈએ ધીરૂભાઈ અંબાણીના નાના ભાઈ નટુભાઈના પુત્ર  વિપુલ અંબાણીની આ સંબંધમાં મુંબઈમાં લગભગ આઠ કલાક પૂછપરછ કરી હતી. તે નીરવ મોદીની તંપની ફાયરસ્ટારનો મુખ્ય નાણાં અધિકારી છે. 

અંબાણી પરિવારમાંથી છે વિપુલ અંબાણી
વિપુલ અંબાણીને અંબાણી પરિવાર સાથે કનેક્શન છે. વિપુલ અંબાણી રિલાયન્સ ગ્રુપના સંસ્થાપક ધીરૂભાઈ અંબાણીના નાના ભાઈ નટુભાઈ અંબાણીનો પુત્ર છે. તે નીરવ મોદીની કંપનીમાં 2014થી કામ કરી રહ્યો છે. વિપુલ અંબાણીએ સીબીઆઈને જણાવ્યું કે તે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ પદ પર છે. 

ત્રણ અધિકારીની ધરપકડ
સોમવારે સીબીઆઈએ પંજાબ નએશનલ બેન્કની નવી મુંબઈ સ્થિત બ્રૈડી હાઉસમાં આ કૌભાંડની પટકથા લખવામાં આવી હતી. સીબીઆઈ તથા ઈડીના અધિકારીઓએ આજે દિવસભર આ બ્રાન્ચમાં કાગળો તપાસતા રહ્યા અને અધિકારી તથા કર્મચારીઓ સાથે પૂછપરછ કરતા રહ્યાં. છાપામારીની આ ઘટના મોડી રાત સુધી જારી રહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news