પ્રકાશ આંબેડકરે પાછી ખેંચી મહારાષ્ટ્ર બંધની જાહેરાત, રેલવે અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા થઈ હતી પ્રભાવિત

પ્રકાશ આંબેડકરે જ બે દિવસ પહેલાં પુણે જિલ્લાના ભીમા કોરેગાંવ ગામમાં હિંસાને રોકવામાં સરકારની નિષ્ફળતાને પગલે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી હતી

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 3, 2018, 06:03 PM IST
 પ્રકાશ આંબેડકરે પાછી ખેંચી મહારાષ્ટ્ર બંધની જાહેરાત, રેલવે અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા થઈ હતી પ્રભાવિત

મુંબઈ : ભીમા કોરેગાંવની લડાઈના 200મી વર્ષગાંઠ સાથે જોડાયેલા કાર્યક્રમ પછી ભડકેલી હિંસાના વિરોધમાં જાહેર કરાયેલા મહારાષ્ટ્ર બંધને ભારીપ બહુજન મહાસંઘ નેતા અને બી.આર. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે પરત ખેંચી લીધો છે. પ્રકાશ આંબેડકરે જ બે દિવસ પહેલાં પુણે જિલ્લાના ભીમા કોરેગાંવ ગામમાં હિંસાને રોકવામાં સરકારની નિષ્ફળતાને પગલે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી હતી. બંધ પરત ખેંચી લેવામાં આવતા હવે મહારાષ્ટ્રમાં સ્થિતિ ધીમેધીમે થાળે પડી રહી છે. 

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન થયેલી હિંસાના કારણે મહારાષ્ટ્રમાં ફરી એકવાર જાતિગત તણાવ ઊભો થયો હતો. રાજ્ય સરકાર દ્વારા દલિતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા રોકવામાં નિષ્ફળ જવાને મુદ્દો બનાવીને આજે રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં અનેક જગ્યાઓ પર પ્રદર્શન જારી છે. સુરક્ષા કારણોસર મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે સંખ્યામાં સુરક્ષાદળોની તહેનાતી કરાઈ હતી. પ્રદર્શનના પગલે રાજ્યમાં બસ અને રેલ સેવા ઉપર ઊંડી અસર પડી હતી.

ટ્રેન વ્યવસ્થા પ્રભાવિત
રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે દલિત પ્રદર્શનકારીઓએ બુધવારે થાણે રેલવે સ્ટેશન પર ટ્રેનો રોકવાની કોશિશ કરી પરંતુ તેમને જલદી ખદેડવામાં આવ્યાં હતાં તથા મધ્ય રેલવે લાઈન પર અવરજવર સામાન્ય છે. એક પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ પ્રદર્શનકારીઓએ ગોરેગાંવમાં પશ્ચિમ લાઈન પર રેલવ્યવહારને પણ ખોરવવાની કોશિશ કરી હતી. નાલાસોપારા સ્ટેશન પર પણ  પ્રદર્શનકારીઓ રેલ ટ્રેક પર બેસી ગયા, જેનાથી આ લાઈનની રેલસેવા પ્રભાવિત થઈ હતી.

મહારાષ્ટ્રમાં અસર
મુંબઈમાં પણ પ્રદર્શનકારીઓએ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર ચક્કાજામ કર્યો. જેના કારણે રોડ વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. બીજી બાજુ દક્ષિણ મુંબઈના સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આજે 11મા ધોરણની પરીક્ષાઓ  રદ કરવામાં આવી છે. પ્રદર્શનના પગલે પ્રશાસને આજે નાસિક અને ઔરંગાબાદમાં શાળાઓ બંધ રાખવાના આદેશ આપ્યાં છે. જો કે મુંબઈમાં આજે મોટાભાગની શાળા અને કોલેજો ખુલ્લા છે. પ્રદર્શનના પગલે પ્રશાસને આજે નાસિક અને ઔરંગાબાદમાં શાળાઓ બંધ રાખવાનો ફેસલો લીધો છે. જો કે મુંબઈમાં આજે શાળાઓ અને કોલેજો ખુલ્લા રહેશે. મુંબઈ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ નિર્ધારિત સમય પર થશે. આ બાજુ મુંબઈમાં ડબ્બાવાળાઓ પાસેથી ભોજન મેળવતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કારણ કે તેમણે ડબ્બાસેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ઔરંગાબાદમાં આજે ઈન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું છે.