બિહારની આ સીટ પરથી 2019ની લોકસભા ચૂંટણી લડી શકે છે પ્રશાંત કિશોર

જેડીયુમાં સભ્યપદ સ્વિકારતા પહેલા પ્રશાંત કોઇ પણ પાર્ટી માટે કેમ્પેઇનિંગ નહી કરવાની જાહેરાત કરી ચુક્યા છે

બિહારની આ સીટ પરથી 2019ની લોકસભા ચૂંટણી લડી શકે છે પ્રશાંત કિશોર

પટના : જેડીયુ લોકસભા ચૂંટણી 2019માં રાજકીય રણનીતિકાર પ્રશાંતને ચૂંતણી મેદાનમાં ઉતારી શકે છે. પ્રસાંતે 16 સપ્ટેમ્બરે જેડીયુનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. જેડીયુમાં સમાવિષ્ય થતા પહેલા પ્રશાંતે જાહેરાત કરી હતી કે, તેઓ આ વખતે કોઇ પણ પાર્ટી માટે કેમ્પેનિંગ નહી કરે. આ વાતો પ્રશાંત કિશોરે હૈદરાબાદની સ્કુલ ઓફ બિઝનેસમાં એક સમિટ દરમિયાન કહી હતી. 10 સપ્ટેમ્બરે કહી હતી. 

એક ઘટનાનાં એક જ અઠવાડીયા બાદ તેમણે જેડીયુ જોઇન કરી લીધું હતું. મળતી માહિતી અનુસાર પ્રશાંત કિશોર 2019 લોકસભા ચૂંટણી પણ લડશે. તેની જેડીયુએ તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે. જેડીયું તેમને બક્સર સીટ પરથી ટિકિટ આપી શકે છે. 

બક્સર સીટ પરથી ચૂંટણી લડે તેવી શક્યતા
દેશનાં ઘણા રાજ્યોમાં રણનીતિકારની ભુમિકા નિભાવીચુકેલા કિશોર પ્રશાંતને જેડીયુ બક્સર સીટ પરથી લડાવે તેવી શક્યતા છે. જો કે બિહારન એનડીએમાં અત્યાર સુધી સીટોની વહેંચણી મુદ્દે કોઇ તસ્વીર સ્પષ્ટ નથી થઇ રહી. જો કે માનવામાં આવી રહ્યું છે કે, જેડીયું, ભાજપથી બક્સર સીટ માંગી શકે છે. કિશોર રોહતાસ જિલ્લાનાં કોરન ગામમાંથી આવે છે. જો કે તેનાં પિતા શ્રીકાંત પાંડે બક્સર શિફ્ટ થઇ ચુક્યા છે. જ્યાં કિશોર પોતાનું 12મું ધોરણ પાસ કર્યું હતું. બક્સરનું જાતીગત ગણિત પણ પ્રશાંતના પક્ષે છે. બક્સર સીટ બ્રાહ્મણ બહુમતી વાળી છે અને પ્રશાંત પોતે બ્રાહ્મણ સમુદાયમાંથી જ આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news