PM મોદીએ આપી અમતિ શાહને જન્મદિવસની શુભકામનાઓ, કહ્યું- ‘શાનદાર લીડર’

પીએમ મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું ‘બીજેપી અધ્યક્ષ અમિત શાહને તેમના જન્મદિવસની શુભકામનાઓ. અમિત ભાઇના નેતૃત્વમાં બીજેપીએ સફળતાપૂર્વક દેશમાં તેનો અવકાશ વિસ્તૃત કર્યો છે.

PM મોદીએ આપી અમતિ શાહને જન્મદિવસની શુભકામનાઓ, કહ્યું- ‘શાનદાર લીડર’

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે બીજેપી અધ્યક્ષ અમિત શાહને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું ‘બીજેપી અધ્યક્ષ અમિત શાહને તેમના જન્મદિવસની શુભકામનાઓ. અમિત ભાઇના નેતૃત્વમાં બીજેપીએ સફળતાપૂર્વક દેશમાં તેનો અવકાશ વિસ્તૃત કર્યો છે. તેમની શક્તિ અને સખત મહેનત પાર્ટીની વિશાળ મૂડી છે. હું તેમના સ્વાસ્થ્ય અને લાંબા જીવનની કામના કરુ છું.’

તમને જણાવી દઇએ કે બીજેપી અધ્યક્ષ અમિત શાહનો આજે (22 ઓક્ટોબર) 54મો જન્મદિવસ છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964માં મુંબઇમાં થયો હતો. શાહે તેમના રાજકિય જીવનની શરૂઆત 1983માં રાષ્ટ્રીય સ્વયમ સેવકની વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાના રૂપમાં કરી હતી. 1986માં તેઓ બીજેપીમાં જોડાયા હતા. પીએમ મોદી બીજેપીમાં જાડોયા તેના એક વર્ષ પહેલા તેઓ બીજેપીમાં જોડાયા હતા. તેઓ જુલાઇ 2014માં બીજેપીના અધ્યક્ષ બન્યા હતા. તેમને 2016માં બીજીવાર પાર્ટીના અધ્યક્ષ પદ પર સિલેક્ટ કરવામાં આવ્યા હતા.

— Narendra Modi (@narendramodi) October 22, 2018

2014માં સત્તામાં આવ્યા બાદ બીજેપીના સબ્સ્ક્રિપ્શન અભિયાન શરૂ કર્યું અને તેનું પરિણામ આ આવ્યું કે આગળના એક વર્ષની અંદર એટલે કે 2015માં પાર્ટીના સભ્યોની સંખ્યા 10 કરોડ કરાતા વધી ગઇ હતી. આ સબ્સ્ક્રિપ્શન અભિયાનના કારણે બીજેપી દુનિયાની સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. 2014 પહેલા બીજેપીના 3.5 કરોડ સદસ્યો હતો.

અમિત શાહએ પાર્ટીની કામન સંભાળ્યા બાદ ગત ચાર વર્ષમાં લગભગ 6 લાખ કિમીની યાત્રા કરી છે. 303થી વધારે આઉટ સ્ટેશન ટૂર કર્યા છે. દેશના 680માંથી 315થી વધારે જિલ્લાની યાત્રા કરી છે. અમિત શાહે બીજેપીની પરંપરાગત વોટબેંકને આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ કામ કર્યું છે. તેના કારણે બીજેપીને યૂપીમાં 2014ની સામન્ય ચૂંટણીમાં 8માંથી 71 અને 2017માં રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં 403માંથી 312 સીંટો મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news