રાહુલ ગાંધીની ઇફ્તારમા PMમોદીના ફિટનેસ વીડિયોની મજાક ઉડી

રાહુલ ગાંધીએ સીતારામ યેચુરી અને દિનેશ ત્રિવેદી સાથે વડાપ્રધાનનાં ફિટનેસ વીડિયો પર ટીખ્ખળી કરી હતી

Krutarth Joshi Krutarth Joshi | Updated: Jun 13, 2018, 11:08 PM IST
રાહુલ ગાંધીની ઇફ્તારમા PMમોદીના ફિટનેસ વીડિયોની મજાક ઉડી

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું. જેમાં વડાપ્રધાન મોદીના ફિટનેસના વીડિયોનો ભારે મજાક ઉડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ફિટનેસ ચેલેન્જ હેઠળ પોતાનો વીડિયો જાહેર કર્યો હતો અને તેના પર રાહુલની પાર્ટીમાં ચર્ચા દરમિયાન ઘણા નેતાઓએ વ્યંગાત્મક રીતે હસતા જોવા મળ્યા હતા. 

ઇફતાર પાર્ટીના પ્રસંગે રાહુલ ગાંધીએ વિપક્ષી દળોના ઘણા નેતાઓને આમંત્રીત કર્યા હતા. જેમાં માકપા મહાસચિવ સીતારામ યેચૂરી, ડીએમકે સાંસદ કનિમોઝી, તૃણમુલ કોંગ્રેસના દિનેશ ત્રિવેદી, બસપાના સતીશ ચંદ્ર મિશ્રા, એનસીપીના ડીપી ત્રિપાઠી, જદયુનાં પૂર્વ નેતા શરદ યાદવ વગેરેનો સમાવેશ થાય છે

આ દરમિયાન કેટલાક નેતાઓ રાહુલ ગાંધીની સાથે બેઠેલા હતા. રાહુલે પોતાના ટેબલ પર બેઠેલા એક મેહમાનને પુછ્યું કે, તમે વડાપ્રધાન મોદીનો ફિટનેસ વીડિયો જોયો, ત્યાર બાદ થોડુ અટકીને તેઓ પોતે જ બોલ્યા, આ વીડિયો ખુબ જ વિચિત્ર છે. આ કોમેન્ટ પર દિનેશ ત્રિવેદી અને સીતારામ યેચુરી જોરજોરથી હસવા લાગ્યા હતા. ત્યાર બાદ રાહુલે સીતારામ યેચુરીને હસતા હસતા પુછ્યું કે, તમે પણ ફિટનેસ વીડિયો બનાવ્યો, જે અંગે યેચુરી ફરીથી જોરજોરથી હસવા લાગ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રમત ગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા ચાલુ કરાયેલ ફિટનેસ ચેલેન્જને મોદીએ પુરૂ કર્યું હતું. જો કે તેમની ફિટનેસ સિદ્ધ કરવાની પદ્ધતી ઘણી જ અલગ હતી. આ દરમિયાન ન માત્ર તેમણે યોગ કર્યા પરંતુ પગે ચાલવાની ઘણી પદ્ધતી પણ લોકો સમક્ષ મુકી હતી.