રાહુલે PM મોદી પર સાધ્યું નિશાન, 'સ્વચ્છ ભારત' અભિયાન અંગે આપ્યું મોટું નિવેદન

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક સફાઈકર્મીનું સીવરમાં થયેલા મોત મામલે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું અને કહ્યું કે મોદીનો સ્વચ્છ ભારતનો નારો પોકળ છે.

રાહુલે PM મોદી પર સાધ્યું નિશાન, 'સ્વચ્છ ભારત' અભિયાન અંગે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક સફાઈકર્મીનું સીવરમાં થયેલા મોત મામલે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું અને કહ્યું કે મોદીનો સ્વચ્છ ભારતનો નારો પોકળ છે. કારણ કે તેમને શૌચાલયો અને સીવર લાઈનની સફાઈ કરનારાઓની પીડા દેખાતી નથી. 

પશ્ચિમ દિલ્હીમાં થયું હતું સફાઈકર્મીનું મોત
રાહુલ ગાંધીએ દિલ્હીમાં સફાઈકર્મી અનિલના મોતની ઘટના સંબંધિત ખબર શેર કરતા ટ્વિટ કરી કે દિલ્હીના સીવરમાં અનિલના દુ:ખદ મોત અને તેમના રોતા કકળતા પુત્રની તસવીર દુનિયાભરમાં સમાચારમાં ચમકી છે. તેમણે કહ્યું કે આપણા વડાપ્રધાનને જો માનવીય હાલતમાં શૌચાલયો અને સીવર લાઈનની સફાઈ કરનારા હજારો લોકોની પીડા દેખાતી નથી તો તેમનો સ્વચ્છ ભારતનો નારો સાવ પોકળ છે. પશ્ચિમ દિલ્હીમાં શુક્રવારે દિલ્હી જળ બોર્ડના સીવરની સફાઈ કરતા અનિલ નામના 28 વર્ષના વ્યક્તિનું મોત થયું હતું. 

અત્રે જણાવવાનું કે અનિલના પુત્રની એક તસવીર સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ ગઈ, જેમાં તે તેના પિતાની લાશને જોઈને રોતો જોવા મળી રહ્યો છે. 

કોંગ્રેસે કરી 50 લાખની સહાયની માંગ
આ બાજુ કોંગ્રેસના અનુસૂચનિત વિભાગના અધ્યક્ષ નીતિન રાઉતે દિલ્હીમાં સીવરની સફાઈ કરતા એક સફાઈકર્મીના મોત મામલે દોષિતો વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરરતા કહ્યું કે આ પ્રકારની ઘટનાઓમાં પીડિત પરિવાર માટે 50 લાખ રૂપિયાના વળતરની જોગવાઈ હોવી જોઈએ. રાઉતે કહ્યું કે "યુપીએ સરકાર દ્વારા સફાઈકર્મીઓના નિષેધ અને તેમના પુર્નવાસ અધિનિયમ 2012 સંસદમાંથી પસાર થયો હતો. પરંતુ તેનું પાલન સરકારે કર્યુ નથી. આ અધિનિયમને તત્કાળ પ્રભાવથી અમલમાં લાવવો જોઈએ." 

રાઉતે વધુમાં કહ્યું કે "આ પ્રકારની ઘટનાઓ ઘટવા પર પીડિતોના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની સાથે સાથે 50 લાખનું વળતર આપવાની જોગવાઈ હોવી જોઈએ." 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news