મહાગઠબંધનની ચર્ચાઓ વચ્ચે રાહુલનો નિર્ણય: આ રાજ્યમાં કોઇ સાથે ગઠબંધન નહી

2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંયુક્ત વિપક્ષના સમાચારો વચ્ચે કોંગ્રેસે ઘણો મોટો નિર્ણય લીધો હતો

મહાગઠબંધનની ચર્ચાઓ વચ્ચે રાહુલનો નિર્ણય: આ રાજ્યમાં કોઇ સાથે ગઠબંધન નહી

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે આંધ્રપ્રદેશની પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સાથે આશરે ત્રણ કલાક સુધી મેરેથોન બેઠક કરી હતી. ત્યાર બાદ પાર્ટીએ કહ્યું કે, રાજ્યમાં તેઓ આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડશે. પાર્ટીએ આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જાની માંગનું સમર્થન કરતા એવો પણ આરોપ લગાવ્યો કે આ મુદ્દે ભાજપ અને તેલુગૂ દેસમ પાર્ટી (ટીડીપી)એ રાજ્યની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. 

ગાંધીની સાથે બેઠક બાદ કોંગ્રેસનાં આંધ્રપ્રદેશના પ્રભારી ઓમન ચાંડીએ પત્રકારોને કહ્યું કે, રાજ્યમાં તેમની પહેલી પ્રાથમિકતા સંગઠનને મજબુત કરવાનું છે અને તેનાં માટે બૂથ સ્તર સુધી અભિયાન ચલાવવામાં આવશે. ચાંડીએ કહ્યું કે, તેઓ દરેક જિલ્લામાં જશે અને સંગઠનને મજબુત કરવા માટે બુથ સ્તર સુધી કાર્ય કરવામાં આવશે. સંગઠનને મજબુત કરવા માટે એક કાર્ય યોજના પણ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, તેઓ આ મહિનાની 12-13 તારીખના રોજ વિજયવાડા ગયા હતા. અહીં પ્રદેશ ના નેતાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. 

ચાંડીએ કહ્યું કે, આંધ્રપ્રદેશમાં કોંગ્રેસનું ગઠબંધન જનતા સાથે થશે અને પાર્ટી રાજ્યનાં કોઇ બીજા દળની સાથે ગઠબંધન નહી કરે. કોંગ્રેસનાં આંધ્રપ્રદેશ પ્રભારીએ કહ્યું કે યુપીએ-2 સરકાર દરમિયાન તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ સાથે ખાસ રાજ્યનો દરજ્જો આપવા માટેની વાત કરી હતી જો કે હાલનાં વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ ગત્ત ચાર વર્ષમાં તેને માત્ર લટકાવ્યા છે. ચાંડીના અનુસાર રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, જો કોંગ્રેસ 2019માં સત્તામાં આવે છે તો તત્કાલ પ્રભાવથી આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. 

સુત્રો અનુસાર ગાંધી સાથે આંધ્રના આ કોંગ્રેસ નેતાઓની બેઠક સવારે 11 વાગ્યાથી ચાલુ કરીને દિવસમાં બે વાગ્યા સુધી ચાલી. આ દરમિયાન ગાંધીએ નેતાને એક એક કરીને અલગથી મુલાકાત કરી. કેરળનાં પુર્વ મુખ્યમંત્રી ચાંડીના આંધ્રપ્રદેશનું કોંગ્રેસ પ્રભારી નિયુક્તિ થયા બાદ રાજ્યના પાર્ટી નેતાઓ સાથે ગાંધીની આ પહેલી બેઠક હતી. ક્યારે એકીકૃત આંધ્રપ્રદેશ કોંગ્રેસનો ગઠ હતો પરંતુ તેલંગાણા રાજ્ય બન્યા બાદ ગત્ત લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક રહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news