રેલવેનો જબરદસ્ત આઇડિયા : હવે કોઈ ટ્રેન ક્યારેય નહીં પડે મોડી કારણ કે...

ભારતમાં ટ્રેન મોડી પડે એ બહુ સામાન્ય ઘટના છે.

Updated: Jan 3, 2018, 12:39 PM IST
રેલવેનો જબરદસ્ત આઇડિયા : હવે કોઈ ટ્રેન ક્યારેય નહીં પડે મોડી કારણ કે...

નવી દિલ્હી: ભારતમાં ટ્રેન મોડી પડે એ બહુ સામાન્ય ઘટના છે. શિયાળામાં ભારે ધુમ્મસ અને વાતાવરણમાં બદલાવને કારણે ખાસ કરીને ઉત્તર ભારતમાં ટ્રેનો લેટ થવાની તેમજ રદ્દ થવાની ઘટના છાશવારે બને છે. આ સંજોગોમાં કરોડો લોકોને તકલીફનો સામનો કરવો પડે છે. જોકે આ સંજોગોમાં રેલવેએ જબરદસ્ત આઇડિયા વાપરીને માસ્ટરપ્લાન બનાવ્યો છે. આ પ્લાનના કારણે ટ્રેનો તો મોડી નહીં જ પડે અને સાથેસાથે રેલવેને થતું ભારે નાણાંકીય નુકસાન અટકાવી શકાય છે.

શં છે પ્લાન?
હવે ઈન્ડિયન રેલવે ટ્રેનોને સ્ટાન્ડર્ડ બનાવવાની તૈયારીમાં છે જે અંતર્ગત ટ્રેનોમાં કોચની સંખ્યા એકસરખી કરી દેવામાં આવશે. આવું કરવાથી કોઈપણ ટ્રેન કોઈપણ રૂટ પર ચાલી શકશે. રેલવે મંત્રીએ જાણકારી આપતા કહ્યું કે, ‘તમામ ટ્રેનોમાં 22 કોચ હશે, પ્લેટફોર્મની લંબાઈને વધારવામાં આવશે અને અન્ય ઘણા ફેરફારો કરવામાં આવશે. એન્જિનિયરિંગ વિભાગ આના પર કામ કરી રહ્યું છે.’ 

અત્યારે કઈ છે સિસ્ટમ?
હાલમાં ભારતીય ટ્રેનોમાં બે પ્રકારના કોચ હોય છે ICF અને LHB. ડિમાન્ડ અનુસાર ટ્રેનોમાં અત્યારે 12,16,18,22 અને 26 કોચ હોય છે જેને જેને કારણે ટ્રેન લેટ થાય ત્યારે અન્ય કોઈ ઊભેલી ટ્રેનને તેની જગ્યાએ ચલાવી શકાતી નથી અને મુખ્ય ટ્રેન આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. આ સંજોગોમાં જો તમામ ટ્રેનોમાં કોચની સંખ્યા સમાન હશે તો ગમે તે તૈયાર ટ્રેનને દોડાવી શકાશે અને ઓરિજનલ ટ્રેનની રાહ નહીં જોવી પડે.