પેટાચૂંટણી પરિણામ:બિહારના અરરિયા-ભભુઆમાં ભાજપ અને ફૂલપુરમાં સમાજવાદી પાર્ટી આગળ

ઉત્તર પ્રદેશ અને બિહાર પેટાચૂંટણીઓના આજે પરિણામનો દિવસ છે. બપોર સુધીમાં બધા પરિણામ જાહેર થઈ જશે.,

Viral Raval Viral Raval | Updated: Mar 14, 2018, 04:55 PM IST
પેટાચૂંટણી પરિણામ:બિહારના અરરિયા-ભભુઆમાં ભાજપ અને ફૂલપુરમાં સમાજવાદી પાર્ટી આગળ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ અને બિહાર પેટાચૂંટણીઓના આજે પરિણામનો દિવસ છે. બપોર સુધીમાં બધા પરિણામ જાહેર થઈ જશે., ચૂંટણી પરિણામોને લઈને ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. મતગણતરીના સ્થળો પર સુરક્ષાના કડક ઈન્તેજામ કરવામાં આવ્યાં છે અને મતોની ગણતરી સીસીટીવી કેમેરાની નિગરાણીમાં કરવામાં આવશે. મતગણતરીનું કામ સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે.. યુપીમાં ઓછું મતદાન થવાના કારણે રાજકીય પક્ષોના ધબકારા વધી ગયા છે. આ ચૂંટણીને 2019માં થનારી લોકસભાની ચૂંટણીના ટ્રેલર તરીકે જોવામાં આવી રહી છે.

ઓછુ મતદાન
અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશના ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠક માટે મતદાન 11 માર્ચના રોજ થયું હતું. આ દરમિયાન ક્રમશ 47.75 ટકા અને 37.39 ટકા મતદાન નોંધાયું હતું. ગોરખપુર બેઠક માટે 10 તથા ફૂલપુર બેઠક માટે 22 ઉમેદવારો મેદાનમાં છે. ગોરખપુર બેઠક યોગી આદિત્યનાથ અને ફૂલપુર બેઠક નાયબ મુખ્યમંત્રી કેશવમોર્યના વિધાનસભામાં સદસ્યતા ગ્રહણ કર્યા બાદ રાજીનામું આપ્યાથી ખાલી પડી હતી. આ બેઠકો પર મતદાનને આગામી ચૂંટણી પહેલા ભાજપ માટે અતિ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે.

બિહારમાં એક લોકસભા બેઠક અને બે વિધાનસભા બેઠક
અરરિયા લોકસભા બેઠક માટે થયેલી  પેટાચૂંટણીમાં 57 ટકા મતદાન નોંધાયુ હતું. બિહારની ભભુઆ અને જહાનાબાદ વિધાનસભા બેઠકો માટે કરાવવામાં આવેલી પેટાચૂંટણીમાં ક્રમશ: 54.03 ટકા અને 50.06 ટકા મતદાન થયું હતું. અરરિયાથી આરજેડી સાંસદ મોહમ્મદ તસ્લીમુદ્દીનના નિધન બાદ આ બેઠક ખાલી પડી  હતી. બેઠક માટે મુખ્ય રીતે આરજેડી અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. આhttps://docs.google.com/spreadsheets/d/1V3wqURI0g7jLHaUmvu52wbCJmtiyIgRI...રજેડીએ તસલીમુદ્દીનના પુત્ર સરફરાજ આલમને મેદાનમાં ઉતાર્યા હતાં જ્યારે ભાજપ તરફથી પ્રદીપ સિંહ ઉમેદવાર હતાં. પ્રદીપ સિંહ 2009માં ચૂંટણી જીત્યા હતાં જ્યારે 2014માં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. જહાનાબાદ અને ભભુઆ બેઠકો હાલના ધારાસભ્યોના નિધન બાદ ખાલી પડી હતી.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close