'2019ની ચૂંટણીમાં ભાજપને માત્ર કોંગ્રેસ જ હરાવી શકશે', જાણો કોણે કહ્યું?

કોંગ્રેસ નેતા સચિન પાઈલટે કહ્યું છે કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી એકમાત્ર વ્યક્તિ છે જે વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુકાબલો કરી શકે છે.

Viral Raval Viral Raval | Updated: Feb 9, 2018, 11:25 AM IST
 '2019ની ચૂંટણીમાં ભાજપને માત્ર કોંગ્રેસ જ હરાવી શકશે', જાણો કોણે કહ્યું?
ફાઈલ તસવીર

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા સચિન પાઈલટે કહ્યું છે કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી એકમાત્ર વ્યક્તિ છે જે વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુકાબલો કરી શકે છે અને સરકારની નિષ્ફળતાઓ પર તેમના હુમલાથી વિપક્ષમાં નવો પ્રાણ ફૂંકાઈ રહ્યો છે. કોંગ્રેસના રાજસ્થાન શાખાના પ્રમુખ સચિન પાઈલટે કહ્યું કે ભાજપ સવાલોના જવાબ આપવાથી દૂર ભાગી રહી છે પરંતુ રાહુલ ગાંદી તેમને જવાબ આપવા માટે વિવશ કરી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષના નેતૃત્વનું સોનિયા ગાંધીએ પણ સમર્થન કર્યું. 

સોનિયાએ પાર્ટીના સાંસદોને કહ્યું કે રાહુલ સાથે કામ કરે
સોનિયા ગાંધીએ કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં પોતાના સંબોધનમાં કહ્યું કે રાહુલ ગાંદી તેમના પણ નેતા છે. સોનિયાએ પાર્ટી સાંસદોને કહ્યું કે પાર્ટીને મજબુત કરવા માટે રાહુલ સાથે કામ કરે. પાઈલટે  કહ્યું કે શ્રી ગાંધી ભાજપ નેતૃત્વ પર તેમની તમામ નિષ્ફળતાઓને લઈને સતત પ્રહારો કરી રહ્યાં છે અને તેનાથી વિપક્ષી તાકાતોને ઉર્જા અને વિશ્વાસ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે તેઓ (રાહુલ) એકમાત્ર વ્યક્તિ છે જે 2019માં મોદીનો મુકાબલો કરવામાં અને ભાજપને સત્તા વાપસીના રસ્તામાં એક પડકાર આપવા જઈ રહ્યાં છે. 

પેટાચૂંટણીઓમાં કોંગ્રેસને મળી હતી ભવ્ય જીત
હાલમાં જ રાજસ્થાનમાં થયેલી પેટાચૂંટણીઓમાં કોંગ્રેસને ભવ્ય જીત મળી હતી. પાઈલટે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ જે આક્રમક રીતે ભાજપની નિષ્ફળતાઓને લઈને પ્રહારો કરી રહ્યાં છે તેણે ભાજપ વિરોધી શક્તિઓને આકર્ષિત કરી છે અને તેનાથી વિપક્ષી તાકાતોમાં નવા પ્રાણનો સંચાર થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જે રીતે ભાજપ દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પર સવાલ ઉઠાવી રહ્યાં છે તેનાથી તે ગભરાઈ રહી છે. ચાલીસ વર્ષના નેતાએ કહ્યું કે સીખ અને આત્મગત ભાષણ આપવું સરળ છે પંરતુ જ્યારે પ્રદર્શન પર, ડેટા પર અને વચનો પર સવાલ પૂંછાય છે ત્યારે ભાજપ ગભરાય છે. આ જ કરવામાં રાહુલ ગાંધી સફળ રહ્યાં છે. 

કોંગ્રેસનો મુકાબલો
જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધી વર્ષ 2019માં એનડીએ સરકાર વિરુદ્ધ ગઠબંધનનું નેતૃત્વ કરવામાં સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે તો પાઈલટે જવાબ આપ્યો કે હું એટલું જરૂર કહીશ કે રાષ્ટ્રીય સ્તર પર માત્ર એક જ પાર્ટી ભાજપને પડકાર ફેંકી શકે છે અને તે છે કોંગ્રેસ, તથા હવે જ્યારે પણ લોકસભાની ચૂંટણી થશે ત્યારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં તેઓ ભાજપનો સામનો કરવા માટે પૂરી રીતે તૈયાર છે. પાઈલટે કહ્યું કે યોગ્ય સમય આવ્યે ભાજપ  વિરોધી તમામ શક્તિઓ એકજૂથ થઈ જશે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે કર્ણાટક પણ અમે જીતીશું.