AIMPLB હાંકી કઢાયેલા સલમાન નદવીએ રચ્યું પોતાનું બોર્ડ: અયોધ્યા મુદ્દે મહત્વની વાત

નદવીએ આઝાદી બાદ દેશમાં થયેલા તોફાનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વર્તમાનમાં જરૂરિયાત તે બાબતની છે કે લોકોને માનવતાની શીખ આપવામાં આવે

AIMPLB હાંકી કઢાયેલા સલમાન નદવીએ રચ્યું પોતાનું બોર્ડ: અયોધ્યા મુદ્દે મહત્વની વાત

નવી દિલ્હી : ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)માંથી હાંકી કઢાયેલા સલમાન હુસૈન નદવીએ ગુરૂવારે માનવતા કલ્યાણ બોર્ડની સ્થાપના કરી. લખનઉમાં આયોજીત એક પત્રકાર પરિષદમાં નદવીએ આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, દેશમાં એક પણ સંગઠન એવું નથી જેમાં તમામ ધર્મનાં લોકો હોય અને માટે તેમણે માનવતા કલ્યાણબોર્ડનો પાયો નાંખ્યો છે. નદવીએ આઝાદી બાદ દેશમાં થયેલા તોફાનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે હાલમાં જરૂરિયાત તે બાબતની છે કે લોકોને માનવતાની શીખ આપવામાં આવે. સલમાન નદવીએ કહ્યું કે, તેમનાં બોર્ડને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સાથે કોઇ જ મતલબ નથી. તેમણે પર્સનલ લો બોર્ડને માત્ર મિયા બીબીવાં કેસ જોનાર બોર્ડ ગણાવ્યું હતું.

માનવતા કલ્યાણબોર્ડ અંગે તેમણે કહ્યું કે, પુર્વ મુખ્ય જજને આ બોર્ડનાં અધ્યક્ષ બનાવવામાં આવશે. સાથે સાથે આ બોર્ડમાં દરેક ધર્મનાં લોકોને ન માત્ર સમાવવામાં આવશે પરંતુ અલગ અલગ જવાબદારી પણ સોંપવામાં આવશે. રામ મંદિર વિવાદ અંગે સલમાન નદવીએ અયોધ્યામાં મસ્જિદ બનાવવાનો પક્ષ ખેંચ્યો પરંતુ મસ્જીદનું નામ બાબરનાં નામ પરથી હોય તેવું જરૂરી નહી હોવાનું જણાવ્યું હતું. નદવીએ કહ્યું કે, યુવાનોને ધર્મ અંગે માહિતી હોય તે ખુબ જ જરૂરી છે.

AIMPLBમાંથી હાંકી કઢાયા હતા સલમાન નદવી
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડએ રવિવાર (11 ફેબ્રુઆરી)એ જાહેરાત કરી હતી કે મૌલાનાં સલમાન હુસૈન નદવી હવે તેનાં સભ્ય નથી. નવદીએ બાબરી મસ્જિદ મુદ્દે બોર્ડથી અલગ વલણ દાખવ્યું હતું. બોર્ડે હૈદરાબાદમાં પોતાની ત્રણ સભ્યોની બેઠકનાં અંતિમ દિવસે નદવીનાં બોર્ડથી અલગ થવા અંગે મહોર લગાવવામાં આવી હતી. ઇસ્લામી ધર્મગુરૂ નદવીએ આધ્યાત્મીક નેતા શ્રી શ્રી રવિશંકર સાથે મુલાકાત બાદ ગત્ત 10 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે અયોધ્યામાં જે સ્થળે 1992 સુધી મસ્જીદ હતી તેને રામ મંદિરનાં નિર્માણ માટે આપવામાં આવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news