બિહાર: સીટ-શેરિંગ અંગે ધમાસાણ ચાલુ, હવે JDUએ ભાજપ સામે નવી શરતો મુકી

વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને બિહારની 40 લોકસભા સીટોમાંથી 22 પર જીત પ્રાપ્ત કરી લીધી છે

બિહાર: સીટ-શેરિંગ અંગે ધમાસાણ ચાલુ, હવે JDUએ ભાજપ સામે નવી શરતો મુકી

પટના : બિહારમાં આગામી લોકસભા માટે એનડીએની ભાગીદારીમાં સીટો વહેંચવા મુદ્દે વાતચીત હાલ ચાલુ નથી થઇ પરંતુ જેડીયુએ મોલભાવ ચાલુ કરી દીધો છે. નિવેદનબાજી તમામ તરફથી જોરો પર ચાલી રહી છે. એનડીએમાં ભાજપ સહિત જેડીયુ, એલજેપી, આરએલએસપી પણ જોડાયેલી છે. સૌથી વધારે રાર ભાજપ અને જેડીયુમા જોવા મળી રહી છે. જેડીયુએ 25 સીટો પર દાવો ઠોકીને વિવાદને હવા આપી છે. પ્રદેશનાં નેતા એકબીજાને દાવાઓ કાપી રહ્યા છે. આ તરફ જેડીયુએ ભાજપની સામે એક નવી શરત મુકી છે. 

જેડીયુનું કહેવું છે કે, સીટ વહેંચણી માટે 2015ના રાજ્ય વિધાનસભા ચૂંટણીનાં પરિણામોને આધાર બનાવવામાં આવે. જેડીયુએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કહ્યુ કે, સારું પ્રદર્શન કર્યું હતું. જો કે ભજાપ અને તેની અન્ય બે સહયોગી પાર્ટીઓ - રામ વિલાસ પાસવાનની આગેવાનીવાળી એલજેપી અને ઉપેન્દ્ર કુશવાહાની આગેવાનીવાળી આરએલએસપીની તરફથી મુખ્યમંત્રી નીતીશ કુમારની આગેવાની વાળી જેડીયુંની માંગ અંગે સંમતી ન બરાબર છે. જો કે જેડીયું નેતાઓનો દાવો છે કે, 2015ની વિધાનસભા ચૂંટણી રાજ્યમાં સૌથી તાજા શક્તિ પરિક્ષણ હતું અને સામાન્ય ચૂંટણી માટે સીટ વહેંચણીમાં તેનાં પરિણામોને નજર અંદાજ કરવામાં આવી શકે છે. જેડીયુનાં નેતાઓએ નામનો ખુલાસો નહી કરવાની શરતે જણાવ્યું કે, ભાજપે તે સુનિશ્ચિત કરવા માટે આગળ આવવું જોઇએ કે સીટ વહેંચણી અંગે નિર્ણયોને નજર અંદાજ કરવામાં આવી શકે છે. 

વર્ષ 2015નાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં જેડીયુને રાજ્યની 243 સીટોમાંથી 71 સીટો પ્રાપ્ત કરી હતી જ્યારે ભાજપને 53 અને લોજપા - રાલોસપાને 2-2 સીટો મળી હતી. જેડીયું તે સમયે આરજેડી અને કોંગ્રેસનો સહયોગી હતા પરંતુ ગત્ત વર્ષે તેઓ આ બંન્ને પાર્ટીઓ સાથે સંબંધ તોડીને એનડીએમાં જોડાઇ ગઇ અને રાજ્યમાં ભાજપની સાથે સરકાર બનાવી લીધી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news