Exclusive: દાઉદના ભાઇના લીધે પકડાઇ ગયો દાઉદનો ખાસ માણસ જબીર મોતી

ઇકબાલે તપાસ દરમિયાન કહ્યું કે દાઉદની બધી કમાણીનો હિસાબ-કીતાબ જબીર રાખતો હતો. ઇકબાલ કાસકરે આ ખુલાસો પણ કર્યો કે જબીરની પત્ની, પુત્ર, પુત્રી અને પરિવારના અન્ય સભ્યોના નામથી ઘણા રોકાણ કરી રાખ્યા છે.

Exclusive: દાઉદના ભાઇના લીધે પકડાઇ ગયો દાઉદનો ખાસ માણસ જબીર મોતી

નવી દિલ્હી: ભારતથી નાસતા ભાગતા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ફાયનાન્સ મેનેજર જબીર સિદ્દકી વિશે એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોનું માનીએ તો દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરના લીધે જ તેનો જમણો હાથ ગણાતા જબીઅર સિદ્દકી ઉર્ફે જબીર મોતી આજે જેલના સળિયા પાછળ છે. ઇકબાલ કાસકર સુરક્ષા એજન્સીઓને જે જાણકારી આપી, તેના આધારે જ જબીર મોતીની ધરપકડ કરવામાં આવી. તેને ભારતીય સુરક્ષા એજન્સીઓની મોટી સફળતા ગણવામાં આવી રહી છે. 

બ્રિટનની સુરક્ષા એજન્સીએ જબીર મોતીને લંડનના એક હોટલમાંથી ધરપકડ કરી છે. જાણકારી અનુસાર તે બ્રિટન, યૂએઇ, આફ્રિકા સહિત ઘણા દેશોમાં ડી-કંપનીના પૈસાની લેણદેણ જોઇ રહ્યો હતો. નજીક સૂત્રોએ જણાવ્યું હતું કે થાણે પોલીસ અને ગુપ્તચર બ્યૂરોની સાથે પૂછપરછમાં ઇકબાલ કાસકરે જબીર મોતી વિશે એકદમ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા. આ સાથે જ દાઉદના એક નજીકના સાથી ફારૂક ટકલા, જેને તાજેતરમાં દુબઇથી ભારત લાવવામાં આવ્યો છે. તેણે પણ તપાસ દરમિયાન જબીર મોતીનું નામ લીધું. 

જબીર મોતીની ધરપકડ
ઇકબાલ કાસકર પાસેથી મળેલી માહિતી બાદ સુરક્ષા એજન્સીએ વિદેશ મંત્રાલય પાસે અનુરોધ કર્યો કે તે બ્રિટનના અધિકારીઓ સાથે સંપર્ક કરે. ત્યારબાદ બ્રિટને ભારતીય એજન્સીઓના દાવાઓની પુષ્ટિ કરવા માટે જબીર મોતી પર લાંબા સમય સુધી સતત નજર રાખી. ભારતીય એજન્સીઓના દાવા સાબિત થયા બાદ યૂકે પોલીસે દાઉદના જમણા હાથ જબીર મોતીની ધરપકડ કરવામાં આવી. 

સૂત્રોનો દાવો છે કે ઇકબાલે તપાસ દરમિયાન કહ્યું કે દાઉદની બધી કમાણીનો હિસાબ-કીતાબ જબીર રાખતો હતો. ઇકબાલ કાસકરે આ ખુલાસો પણ કર્યો કે જબીરની પત્ની, પુત્ર, પુત્રી અને પરિવારના અન્ય સભ્યોના નામથી ઘણા રોકાણ કરી રાખ્યા છે.

હજારો કરોડનું કાળુ સામ્રાજ્ય
જબીર મોતી સીધો દાઉદને રિપોર્ટ કરતો હતો. કહેવામાં આવે છે કે તે 150થી વધુ બનાવટી કંપનીઓના સીઇઓ છે. ડી કંપનીઓના ડ્રગ, હથિયાર, નકલી નોટ, જુગાર, વસૂલી જેવા ગેરકાનૂની બિઝનેસથી થનારી કમાણીની 10-15 રકમ જબીર મોતીને મોકલવામાં આવતા હતા, જેથી તે વ્હાઇટ મનીમાં બદલી શકે. બનાવટી કંપનીઓની મદદથી જબીર મોતી પૈસાને દાઉદના પરિવારજનોના સંબંધિત એકાઉન્ટમાં ટ્રાંસફર કરી દેતો હતો. આ રકમ તે લોકોના ખાતામાં મોકલવામાં આવતી હતી, જેનું કોઇ ક્રિમિનલ બ્રેકગ્રાઉન્ડ ન હતું.

એક અનુમાન અનુસાર જબીરે 8000 કરોડ રૂપિયાનું કાળું સામ્રાજ્ય દુબઇ, શાહજહાં, ઓમાન, મસ્કટ, લંડન અને અન્ય શહેરોમાં ફેલાવી રાખ્યું હતું. રિયલ એસ્ટેટ ઉપરાંત કરાંચી સ્ટોક એક્સચેંજમાં પણ તેનો બિઝનેસ ફેલાયેલો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news