શત્રુઘ્ન સિન્હા JDUની જગ્યાએ RJDની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા, તેજસ્વીએ પહેરાવી ટોપી

પોતાની પાર્ટી ભાજપથી નારાજ જોવા મળી રહેલા ભાજપના સાંસદ શત્રુધ્ન સિન્હા બુધવારે પટણામાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજસ્વી યાદવ દ્વારા આયોજિત કરવામાં આવેલી ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા અનેક લોકોના ભવા ચડી ગયાં છે.

Viral Raval Viral Raval | Updated: Jun 14, 2018, 07:55 AM IST
શત્રુઘ્ન સિન્હા JDUની જગ્યાએ RJDની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા, તેજસ્વીએ પહેરાવી ટોપી

પટણા: પોતાની પાર્ટી ભાજપથી નારાજ જોવા મળી રહેલા ભાજપના સાંસદ શત્રુધ્ન સિન્હા બુધવારે પટણામાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજસ્વી યાદવ દ્વારા આયોજિત કરવામાં આવેલી ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા અનેક લોકોના ભવા ચડી ગયાં છે. શત્રુઘ્નના આ  પગલાંથી તેમના ભાવી રાજકીય કારકિર્દી વિશે અનેક અટકળો થવા લાગી છે. તેજસ્વી યાદવે પટણામાં પોતાના નિવાસસ્થાન 5, સર્ક્યુલર રોડ પર ઈફ્તાર પાર્ટી આપી હતી. અત્રે જણાવવાનું કે પટણામાં તે જ સમયે એવી જ એક ઈફ્તાર પાર્ટીનું આયોજન હજ ભવનમાં થયું હતું જેનું આયોજન બિહારના સત્તાધારી પક્ષ જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)એ કર્યું હતું. જેડીયુની ઈફ્તાર પાર્ટીમાં નીતિશકુમાર ઉપરાંત એનડીએના સહયોગી રામવિલાસ પાસવાન, ભાજપના નેતા અને બિહારના ડેપ્યુટી સીએમ સહિત અનેક નેતાઓ હાજર હતાં. જ્યારે શત્રુઘ્ન સિન્હાની ગેરહાજરી ઉડીને આંખે વળગી.

ઈફ્તાર પાર્ટીમાં શત્રુઘ્ન સિન્હા ઉપરાંત લાલુ પ્રસાદ યાદવના બંને પુત્રો તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ પણ હતાં જેઓ શત્રુઘ્નને ગળે મળ્યા હતાં. આ દરમિયાન તેમને મુસ્લિમ ટોપી પહેરાવતા પણ જોઈ શકાયા હતાં. તેજસ્વી અને તેજપ્રતાપ તો પહેલેથી જ મુસ્લિમ પોષાકમાં હતાં. પરંતુ સિન્હા તેમની વચ્ચે આવતા તેમણે તેમને પણ ટોપી પહેરાવી.

આ અવસરે શત્રુઘ્ને પત્રકારોને કહ્યું કે આ પવિત્ર અને ખુશીનો અવસર છે. ઈફ્તાર પાર્ટીઓ આપણી જોઈન્ટ સંસ્કૃતિનો એક ભાગ છે. લાલુપ્રસાદ મારા પ્રિય મિત્ર છે. હું મારા કૌટુંબિક દોસ્તો વચ્ચે પહોંચીને ખુશ છું. આ બાજુ જ્યારે જેડીયુની ઈફ્તાર પાર્ટી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે તેમને હજભવનના કાર્યક્રમ અંગે કોઈ જાણકારી નથી.

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે બુધવારે ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં એનડીએના સહયોગી અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન અને બિહારના ડેપ્યુટી સીએમ સુશિલ મોદી હાજર રહ્યાં હતાં. પટણામાં થયેલી આ પાર્ટીમાં જેડીયુ નેતા અને બિહારના સીએમ નીતિશકુમાર, લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન તથા ભાજપના નેતા અને બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી સહિત ત્રણેય નેતાઓ મુસ્લિમ ટોપીમાં જોવા મળ્યાં હતાં.

અત્રે જણાવવાનું કે પટણામાં 12 જૂનના રોજ બીજી પણ એક ઈફ્તાર પાર્ટી યોજાઈ હતીં. જેનું આયોજન બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝીએ કર્યું હતું. આ ઈફ્તાર પાર્ટીમાં જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવ સાથે આરજેડી નેતા તેજસ્વી યાદવ અને મીસા ભારતી સામેલ થયા હતાં

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close