આસારામ રેપ કેસ : ચુકાદા પહેલાં 6 લોકોની અટકાયત, વધારાઈ પીડિતાના ઘરની સુરક્ષા

જોધપુર જેલની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે

આસારામ રેપ કેસ : ચુકાદા પહેલાં 6 લોકોની અટકાયત, વધારાઈ પીડિતાના ઘરની સુરક્ષા

જોધપુર : ધાર્મિક ગુરુ આસારામ પર લાગેલ બળાત્કારના આરોપમાં આજે ચુકાદો આવવાનો છે ત્યારે જેલ પરિસરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારે સઘન બનાવી દેવામાં આવી છે. આ સમય દરમિયાન જેલની નજીક જઈને તેમના પોસ્ટર પર હાર પહેરાવાનો પ્રયાસ કરી રહેલા એક સમર્થકની પોલીસકર્મીએ અટકાયત કરી છે. પોલીસે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી કુલ 6 સમર્થકોની અટકાયત કરી છે. જો આજે ચુકાદામાં આસારામ દોષિત સાબિત થાય તો તેને ઓછામાં ઓછી દસ વર્ષની સજા થઈ શકે છે. 

ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઇસરી 
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે એડવાઇસરી જાહેર કરીને રાજસ્થાન, ગુજરાત અને હરિયાણાની સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત બનાવવા માટે કહ્યું છે જેથી કોઈ હિંસા ન ફેલાય. ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહિમને થયેલી સજા પછી પરિસ્થિતિ હિંસ બની હતી અને ફરીથી એવું ન થાય એ માટે સાવચેતીના પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે. 

દુષ્કર્મ કેસ : જેલમાં કેવી રહી ચુકાદા પહેલાંની આસારામની છેલ્લી રાત?
પીડિતાના ઘરને સુરક્ષા
આજે આસારામ દ્વારા સગીરા પર દુષ્કર્મ મામલાની સુનાવણી છે ત્યારે પીડિતાના ઉત્તરપ્રદેશના શાહજહાંપુર ખાતે આવેલા ઘરને સુરક્ષા આપવામાં આવી છે અને એના પર સીસીટીવી કેમેરાથી નજર પણ રાખવામાં આવી છે. આ મામલે પીડિતાના પિતાએ કહ્યું છે કે મને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને ખાતરીને છે કે આસારામને કડક સજા આપવા્માં આવશે. 

આસારામ પર જાતીય સતામણીનો આરોપ
આસારામના ગુરૂકુળમાં અભ્યાસ કરતી એક કિશોર વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો છે કે 15 ઓગસ્ટ, 2013ના રોજ આસારામે જોધપુર નજીક મણાઇ ગાવમાં સ્થિત એક ફાર્મ હાઉસમાં તેની જાતીય સતામણી કરી. 20 ઓગસ્ટ, 2013ના રોજ દિલ્હીના કમલા નગર પોલીસ મથકમાં આસારામ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. જોધપુર કેસના કારણે દિલ્હી પોલીસે ઝીરો નંબરની પ્રાથમિકી દાખલ કરી તેને જોધપુર મોકલી. 

2013થી જોધપુર જેલમાં બંધ છે આસારામ
જોધપુર પોલીસે આસારામ વિરૂદ્દ કિશોરીનું જાતિય શોષણ કરવાનો કેસ દાખલ કર્યો. જોધપુર પોલીસ 31 ઓગસ્ટ, 2013ના રોજ ઇન્દોરથી આસારામની ધરપકડ કરવામાં આવી. આસારામ ત્યારથી સતત જોધપુર જેલમાં જ બંધ છે. આ દરમિયાન તેમની દ્વાર હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ સહિત જિલ્લા ન્યાયાલયમાં 11 વખત જામીન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. તેમની તરફથી રામ જેઠમલાણી, સુબ્રમણ્યમ સ્વામી, સુલમાન ખુરશીદ સહિત દેશના ઘણા જાણીતા વકીલ પૈરવી કરી ચૂક્યા છે, પરંતુ કોર્ટમાંથી આસારામને જામીન મળ્યા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news