CBI પ્રમુખની દોડમાં સુબોધ કુમાર જયસ્વાલ, ઓ.પી સિંહ અને વાઇ.સી મોદીનો સમાવેશ

આલોક વર્માને સીબીઆઇનાં નિર્દેશક પદપરથી હટાવવાનાં એક દિવસ બાદ કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગે એજન્સીનાં નવા નિર્દેશકની શોધખોળ શોધી લીધી છે

CBI પ્રમુખની દોડમાં સુબોધ કુમાર જયસ્વાલ, ઓ.પી સિંહ અને વાઇ.સી મોદીનો સમાવેશ

નવી દિલ્હી : આલોક વર્માએ કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઇ)નાં નિર્દેશક પદ પરથી હટાવાયાનાં એક દિવસ બાદ કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (DOPT)એ એજન્સીનાં નવા નિર્દેશકની શોધખોળ ઝડપી કરી દીધી છે. વિભાગ મહાનિર્દેશક સ્તરનાં ભારતીય પોલીસ સેવા (IPS)નાં 10 અધિકારીઓમાંથી અંતિમ નામોમાંથી પોતાની સંક્ષીપ્ત યાદી બનાવવાની કવાયત કરી રહ્યું છે. યાદીમાં 1983, 1984 અને 1985 બેચનાં આઇપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે. 

સુત્રોએ જણાવ્યું કે, સીબીઆઇ નિર્દેશક પદની દોડમાં 1985 બેચનાં આઇપીએસ અધિકારીઅને મુંબઇ પોલીસ આયુક્ત સુબોધ કુમાર જયસ્વાલ, ઉત્તરપ્રદેશનાં પોલીસ મહાનિર્દેશક ઓ.પી સિંહ અને રાષ્ટ્રીય તપાસ પંચ (એનઆઇએ)ના પ્રમુખ વાઇ.સી મોદી પ્રબળ દાવેદાર છે. ડીઓપીટી દ્વારા આશરે 3-4 અધિકારીઓનાં નામ સીબીઆઇ નિર્દેશક પદ માટે પસંદ કરવામાં આવ્યા બાદ તેમણે પસંદગી સમિતી પાસે મોકલી દેવામાં આવશે. 

ત્રણ સભ્યોની પસંદગી સમિતીમાંવ ડાપ્રધાન, ભારતના મુખ્યન્યાયાધીશ અને લોકસભામાં કોંગ્રેસ નેતાઓનો સમાવેશ થાય છે, જે બે વર્ષનાં નિશ્ચિત કાર્યકાળ માટે ઉપરોક્ત નામો પૈકી એક અંગે અંતિમ નિર્ણય લેશે. વર્માનો કાર્યકાળ 31 જાન્યુઆરીના રોજ સમાપ્ત થવાનો હતો. નવા નામ પર નિર્ણ લેવાની જાહેરાત આ મહિનાના અંતિમ સપ્તાહમાં થઇ શકે છે. નામ નહી જણાવવાની શરતે ગૃહમંત્રાલયનાં અધિકારીઓએ કહ્યું કે, ડીઓપીટીને ડિસેમ્બર 2018માં સીબીઆઇ નિર્દેશકની પસંદગી માટે 17 અધિકારીઓની યાદી મોકલવામાં આવી હતી.

એક અન્ય અધિકારીએ આઇએએનએસને જણાવ્યું કે, ડીઓપીટી અધિકારીઓનાં નામોની સંક્ષીપ્ત યાદી બનાવવાની પ્રક્રિયામાં જોડાયેલ છે. યાદીમાં ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દાઓમાં અધિકારીઓનો અનુભવ, સીબીઆઇમાં પહેલા કાર્ય કરવાનો અનુભવ, કેડરમાં સતર્કતા મુદ્દે નિષ્પાદન અને તેમની નિષ્ઠાના આધારે બનાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 2004માં નક્કી દિશાનિર્દેશો અનુસાર, આઇપીએસનાં ચાર સૌથી જુની બેચના સેવારત્ત અધિકારીઓ ઉચ્ચ પદનાં દાવેદાર હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news