સુંજવાં હુમલામાં ઘાયલ મેજર અભિજીતને આવ્યો હોશ, પૂછ્યો દિલને સ્પર્શી જાય તેવો પ્રશ્ન

જમ્મૂ-કાશ્મીરના સુંજવાં આર્મી કેંપ પર હુમલા દરમિયાન આતંકવાદીઓ સાથે લડતાં ઘાયલ થયેલા મેજર અભિજીતને ભાન આવી ગયું છે. ન્યૂજ એજન્સી એએનઆઇના અનુસાર ઉધમપુર સ્થિત સેનાની હોસ્પિટલમાં દાખલ મેજર અભિજીત ભાનમાં આવતાં જ પૂછ્યું કે 'આતંકવાદીઓનું શું થયું? સુંજવાં મિલેટ્રી કેંપ પર હુમલા દરમિયાન મેજર અભિજીત એટલી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બેભાન અવસ્થામાં હોવાથી 3-4 દિવસ સુધી બહારી દુનિયાથી બેખબર હતા, પરંતુ સર્જરી બાદ ભાન આવતાં જ એવો પ્રશ્ન પૂછ્યો કે બધા અચંબિત થઇ ગયા. આ આતંકવાદી હુમલામાં 6 જવાન શહીદ થયા છે, હુમલાને અંજામ આપનાર બધા આતંકવાદીને સેનાના જવાનોએ ઠાર માર્યા હતા, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણનું કહેવું છે કે આ હુમલાનો આકરો જવાબ આપવામાં આવશે. 

Dushyant karnal Dushyant karnal | Updated: Feb 13, 2018, 04:37 PM IST
સુંજવાં હુમલામાં ઘાયલ મેજર અભિજીતને આવ્યો હોશ, પૂછ્યો દિલને સ્પર્શી જાય તેવો પ્રશ્ન

નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરના સુંજવાં આર્મી કેંપ પર હુમલા દરમિયાન આતંકવાદીઓ સાથે લડતાં ઘાયલ થયેલા મેજર અભિજીતને ભાન આવી ગયું છે. ન્યૂજ એજન્સી એએનઆઇના અનુસાર ઉધમપુર સ્થિત સેનાની હોસ્પિટલમાં દાખલ મેજર અભિજીત ભાનમાં આવતાં જ પૂછ્યું કે 'આતંકવાદીઓનું શું થયું? સુંજવાં મિલેટ્રી કેંપ પર હુમલા દરમિયાન મેજર અભિજીત એટલી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બેભાન અવસ્થામાં હોવાથી 3-4 દિવસ સુધી બહારી દુનિયાથી બેખબર હતા, પરંતુ સર્જરી બાદ ભાન આવતાં જ એવો પ્રશ્ન પૂછ્યો કે બધા અચંબિત થઇ ગયા. આ આતંકવાદી હુમલામાં 6 જવાન શહીદ થયા છે, હુમલાને અંજામ આપનાર બધા આતંકવાદીને સેનાના જવાનોએ ઠાર માર્યા હતા, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણનું કહેવું છે કે આ હુમલાનો આકરો જવાબ આપવામાં આવશે. 

ન્યૂજ એજન્સી એએનઆઇએ મેજર જનરલ નાદીપ નૈથાનીના હવાલેથી જણાવ્યું હતું કે 'મેજર અભિજીતનું મનોબળ ખૂબ ઉંચું છે, સર્જરી બાદ તેમણે સૌથી પહેલો પ્રશન એ જ પૂછ્યો કે હુમલો કરનાર આતંકવાદીઓનું શું થયું? તે ફિલ્ડમાં જવા માટે ખૂબ ઉત્સુક છે, હવે તે ખતરાથી બહાર છે, તેમની હાલતમાં સુધારો પણ છે. 

સુંજવાં હુમલામાં મૃતકોની સંખ્યા 10 પહોંચી
જમ્મૂ કાશ્મીર સ્થિત સુંજવાં સૈન્ય છાવણીમાં મુઠભેડ સ્થળથી મંગળવારે વધુ એક જવાનનો મૃતદેહ મળ્યો અને તેની સાથે જ મૃતકોની સંખ્યા વધીને 10 થઇ ગઇ છે. આ મુઠભેડમાં સેનાના છ જવાન શહીદ થયા છે અને જૈશ એ મોહંમદના ત્રણ આતંકવાદી ઠાર માર્યા છે, જમ્મૂમાં સેનાના જનસંપર્ક અધિકારી લેફ્ટિનેંટ કર્નલ દેવેંદ્ર આનંદે જણાવ્યું કે રવિવારે રાત્રે શિબિરમાં શોધખોળ અભિયાન દરમિયાન સેનાના એક જવાનનો મૃતદેહ મળ્યો, ભારે હથિયારોથી સજ્જ હુમલાખોરોની એક ટુકડીએ 10 ફેબ્રુઆરીના રોજ કાશ્મીર લાઇટ ઇન્ફ્રેંટ્રીની 36 બ્રિગેડ છાવણી પર હુમલો કર્યો હતો જેમાં પાંચ જવાનો સહિત છ લોકોના મોત નિપજ્યા હતા. 

આ હુમલામાં જમ્મૂ કાશ્મીરના પાંચ જવાન શહીદ થઇ ગયા છે અને એક શહીદ જવાનના પિતાનું મોત નિપજ્યું હતું. આ હુમલામાં બે અધિકારીઓ અને છ મહિલાઓ તથા બાળક સહિત 10 લોકોને ઇજા પહોંચી હતી. શોધખોળ અભિયાન દરમિયાન હથિયારો તથા દારૂ ગોળાના મોટા જથ્થા સાથે જૈશ એ મોહંમદના ત્રણ આતંકવાદીઓની લાશ મળી આવી છે. 

આ દરમિયાન લેફ્ટિનેંટ કર્નલ આનંદે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી કાશ્મીર ઘાટીના ચાર શહીદ  જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એરપોર્ટ પર આયોજિત કાર્યક્રમમાં સામેલ થઇ રહી છે. તેમણે જણાવ્યું હતું કે શ્રદ્ધાંજલિ આપ્યા પછી ચારેય કાશ્મીર જવાનો અને સામાન્ય જનતાના મૃતદેહને શ્રીનગર લાવવામાં આવશે. ત્યાર તેમને અંતિમ સંસ્કાર માટે તેમના જન્મ સ્થળ પર લઇ જવામાં આવશે.