કલંકિત નેતાઓ પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, આરોપ સાબિત થયા બાદ પણ લડી શકશે ચૂંટણી

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. ગંભીર ગુનાઓમાં જેમાં 5 વર્ષથી વધુ સજા હોય અને કોઇ વ્યક્તિની સામે ગુનો નોંધવામાં આવ્યો હોય તો તેને ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવી જોઇએ.

કલંકિત નેતાઓ પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, આરોપ સાબિત થયા બાદ પણ લડી શકશે ચૂંટણી

નવી દિલ્હી: કલંકિત નેતાઓની ચૂંટણી લડવાથી રોકવાની અરજીઓ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય ન્યાયપીઠ આજે (25 સપ્ટેમ્બર) ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે કલંકિત ધારાસભ્ય, સંસદ અને નેતાઓ આરોપ સાબિત થયા બાદ પણ ચૂંટણી લડી શકે છે. પાછલા થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. ગંભીર ગુનાઓમાં જેમાં 5 વર્ષથી વધુ સજા હોય અને કોઇ વ્યક્તિની સામે ગુનો નોંધવામાં આવ્યો હોય તો તેને ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવી જોઇએ.

વેબસાઇટ પર મુકવામાં આવે માહિતી
કલંકિત નેતાઓની સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા મંગળવારે વડા જજ દીપક મિશ્રાએ કહ્યું હતું કે, કોઇપણ નેતાની સામે ચાર્જશીટના આધાર પર કાર્યવાહી થઇ શકે નહીં. કોર્ટે ચુકાદો આપતા ચૂંટણી કમિશનને કહ્યું કે તેઓ રાજનેતાઓના ગુનાઓની માહિત પોતાની વેબસાઇ પર મુકો, જેનાથી આ વાતની માહિતી પ્રાપ્ત કરી શકાય કે એક નેતાએ કેટલા ગુના કર્યા છે.

કોર્ટે પ્રકાશિત કરી ગાઇડલાઇન
1. દરેક પક્ષના ચૂંટણી ઉમેદવારએ તેના ફોજદારી રેકોર્ડ વિશે માહિતી આપવી પડશે.
2. રાજકીય પક્ષોએ વેબસાઇટ પર નેતાઓના ગુનાની જાણ કરવી પડશે.
3. સરકારે કાયદો ઘડ્યો જેથી ફોજદારી રેકોર્ડના લોકોની નોંધણી અટકાવી શકાય.

સંસદ પર કાયદો બનાવવાની જવાબદારી
રાજકારણના ગુનાખોરીને ખતરનાક ગણાવીને, સુપ્રીમ કોર્ટે સંસદને તેના માટે કાયદા બનાવવા માટે જવાબદારી સોંપી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે રાજકારણમાં પારદર્શિતા એ એક મોટી વાત છે, જેમાં રાજકારણીઓને ગુનામાં સામેલ થવું ટાળવું જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news