SCના ઈતિહાસમાં પહેલીવાર જજોએ કરી પ્રેસ કોન્ફરન્સ, ચીફ જસ્ટિસ પર લગાવ્યાં ગંભીર આરોપ

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન લોકુર અને કુરિયન જોસેફે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયા સાથે વાતચીત કરી. 

Viral Raval Viral Raval | Updated: Jan 12, 2018, 01:08 PM IST
SCના ઈતિહાસમાં પહેલીવાર જજોએ કરી પ્રેસ કોન્ફરન્સ, ચીફ જસ્ટિસ પર લગાવ્યાં ગંભીર આરોપ
તસવીર-એએનઆઈ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન લોકુર અને કુરિયન જોસેફે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટનું પ્રશાસન યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. તેમણે કહ્યું કે અમે ચીફ જસ્ટિસ સાથે પણ આ અંગે મુલાકાત કરી છે. ચીફ જસ્ટિસને અનેક ગડબડીઓની ફરિયાદ કરી હતી, જેને તાકીદે ઠીક કરવાની જરૂરી છે. આજે સવારે જ તેઓ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને મળ્યાં હતાં. 

પહેલીવાર મીડિયા સામે આવ્યાં સુપ્રીમ કોર્ટના જજ
સુપ્રીમ કોર્ટના જજ પહેલીવાર મીડિયા સામે આવ્યાં અને આ વાત કરી. જજોએ મીડિયાને કહ્યું કે અમે આજે એટલા માટે  તમારી સામે આવ્યાં છીએ  કે જેથી કોઈ એમ ન કહે કે તમે તમારો આત્મા વેચી દીધો. 

દેશનું લોકતંત્ર જોખમમાં છે -જસ્ટિસ ચેલમેશ્વર
જસ્ટિસ ચેલમેશ્વરે મીડિયાને કહ્યું કે 'અમે કોઈ કામને યોગ્ય રીતે  કરવા માટે જણાવ્યું હતું. થોડા મહિના પહેલા અમે ચારેય જજોએ ચીફ જસ્ટિસને એક પત્ર લખ્યો હતો. અમારા પ્રયત્નો નિષ્ફળ ગયા. જ્યારે કોઈ વિકલ્પ ન બચ્યો તો અમે મીડિયા સામે આવ્યાં. દેશનું લોકતંત્ર જોખમમાં છે. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે અમારા દ્વારા ઉઠાવવામાં આવેલા મામલાઓ અંગે કાર્યવાહી થાય. અમે દેશનું ઋણ અદા કરી રહ્યાં છીએ.' જસ્ટિસ ગોગોઈ પણ કહ્યું કે અમે જે મુદ્દાઓ ઉઠાવ્યાં છે તેના પર કાર્યવાહી થવી જોઈએ. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close