નરેશ અગ્રવાલ સપામાંથી જવાથી પાર્ટીને નુકસાન નહીં, ફાયદો થશેઃ મુલાયમ સિંહ યાદવ

રાજ્યસભાની ટિકિટ ન મળતા નારાજ સાંસદ નરેશ અગ્રવાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Mar 13, 2018, 07:34 PM IST
 નરેશ અગ્રવાલ સપામાંથી જવાથી પાર્ટીને નુકસાન નહીં, ફાયદો થશેઃ મુલાયમ સિંહ યાદવ

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ નરેશ અગ્રવાલ સપા છોડીને બીજેપીમાં ગયાના એક દિવસ બાદ સમાજવાદી પાર્ટી તરફથી પ્રતિક્રિયા આવી છે. સપા સંસ્થાપક મુલાયમ સિંહ યાદવે નરેશ અગ્રવાલના જવા પર કહ્યું કે તેના જવાથી પાર્ટીને કોઈ નુકસાન નહીં પરંતુ ફાયદો થશે. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી ત્યાગ અને બલિદાન કરનારા લોકોની પાર્ટી છે. 

રાજ્યસભાની ટિકિટ ન મળતા છોડ્યો સાથ
તમને જણાવી દઈએ કે રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલે સોમવારે ફરી રાજ્યસભાની ટિકિટ ન મળતા નારાજ થઈને સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયેલે નરેશ અગ્રવાલને ભાજપની સદસ્યતા ગ્રહણ કરાવી હતી. 

આપ્યું વિવાદિત નિવેદન
નરેશ અગ્રવાલ ભાજપમાં સામેલ થતા સપા પર હુમલો કરતા વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે સપા તરફથી રાજ્યસભા ચૂંટણીની ઉમેદવાર જયા બચ્ચન પર કટાક્ષ કરતા કહ્યું કે પાર્ટીએ ફિલ્મોમાં નાચતી-ગાતીને કારણે તેની ટિકિટ કપાઇ છે. નરેશ અગ્રવાલના આ નિદેવનની ભાજપ સહિત તમામ રાજનીતિક પાર્ટીઓએ આલોચના કરી હતી.