મુંબઈ : પવનહંસનું હેલિકોપ્ટર ક્રેશ, મળ્યા ત્રણ મૃતદેહો

આ હેલિકોપ્ટરે મુંબઈના જૂહુ એરપોર્ટથી ઓએનજીસીના Rig (તેલના કુવા) માટે ઉડાણ ભરી હતી

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 13, 2018, 03:03 PM IST
મુંબઈ : પવનહંસનું હેલિકોપ્ટર ક્રેશ, મળ્યા ત્રણ મૃતદેહો
પવન હંસ કંપનીના આ હેલિકોપ્ટરને ઓએનજીસીએ કર્મચારીઓ માટે લીધું હતું ભાડે (ફોટો : ફાઇલ-ડીએનએ)

નવી દિલ્હી : મુંબઈની પાસે અરબ સાગરમાં શનિવારે એક પવનહંસ હેલિકોપ્ટર ગુમ થઈ ગયું હતું. જેમાં ONGCના 7 લોકો (પાંચ કર્મચારી અને બે પાઇલટ)સવાર હતા. ઉડાણ ભર્યાની 10 મિનિટ બાદ જ તેનો સંપર્ક એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) સાથે તૂટી ગયો. દરિયામાં હેલિકોપ્ટરને શોધવા માટે નેવી અને કોસ્ટ ગાર્ડની મદદથી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કોસ્ટ ગાર્ડની ટીમને હેલિકોપ્ટરનો કાટમાળ જોવા મળ્યો છે. સીજી શિપને ત્રણ લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે.

દસ મિનિટમાં જ બ્રેકડાઉન
મળતી માહિતી પ્રમાણે હેલિકોપ્ટર શનિવાર સવારે 10.20 વાગ્યે જૂહુ એરપોર્ટથી ઉડ્યું હતું અને એ 10.58 વાગ્યે ઓએનજીસીના નોર્થ ફિલ્ડમાં ઉતરવાનું હતું. જોકે ઉડાણની દસ મિનિટ પછી જ 10.30 વાગ્યે હેલિકોપ્ટરનો ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારે હેલિકોપ્ટર મુંબઈ કોસ્ટથી 30 નોટિકલ માઇલ દૂર હતું. ઓએનજીસીએ કોસ્ટ ગાર્ડને આ અંગે એલર્ટ કર્યા.

(એજન્સી ઇનપુટ સાથે)