શું 'રાવણ' કાર્ડ થકી બુઆ-બબુઆને જવાબ દેવાની તૈયારી કરી રહી છે ભાજપ?

યોગી સરકારે ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણને કોર્ટના ચુકાદાની રાહ જોયા વગર જ મુક્ત કરી દીધો

શું 'રાવણ' કાર્ડ થકી બુઆ-બબુઆને જવાબ દેવાની તૈયારી કરી રહી છે ભાજપ?

નવી દિલ્હી : શું ભાજપને અનુસૂચિત જાતીની વોટબેંક ખસી જવાનો ડર લાગી રહ્યો છે. આ સવાલ પાછળ મોટા બે પગલા જવાબદાર છે. એક એસસી-એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનાં ચુકાદાને પલ્ટી દેવા અને બીજુ ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણને કોર્ટનાં ચુકાદા વગર જ મુક્ત કરી દેવાનો સમાવેશ થાય છે. એવામાં વિપક્ષ મત માટે ઝુકી જવાનો આરોપ લગાવી રહ્યો છે. 

આઝાદે ગત્ત વર્ષે 8 જુને હિમાચલ પ્રદેશનાં ડલહાઉસીથી ધરપકડ કરવામાં આવી હતી. સહારનપુરનાં શબ્બીરપુર ગામમાં પાંચ મેનાં રોજ થયેલી હિંસા અંગે તેની ધરપકડ તઇ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે 16 અન્ય ઘાયલ થયા હતા. અલ્હાબાદ હાઇકોર્ટે નવેમ્બર, 2017ના રોજ તેના જામીન મંજુર કર્યા હતા. પોલીસે જો કે તેની મુક્તિનાં થોડા દિવસો પહેલા જ તેની વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (રાસુકા) લાગુ કરી દીધો હતો. જેના પગલે રાસુકા હેઠલ એક નવેમ્બર સુધી કસ્ટડીમાં રાખવાનો હતો.

એવામાં સવાલ ઉઠી રહ્યો છે કે રાવણની મુક્તિ મજબુરી છે કે મત્ત માટે જરૂરી હતી. શું 2019માં યૂપીમાં યોગીનો રાવણ દાંવ છે. સું ભાજપ રાવણ કાર્ડથી બુઆ- બબુઆ (માયાવતી-અખિલેશ)ને જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. શું મહાગઠબંધનની સામે લડવા માટે રાવણની મદદ લેવાઇ રહી છે. આ તમામ બાબતો એવા સવાલો પેદા કરી રહ્યા છે, બીજી તરફ યુપીના કોંગ્રેસ પ્રવક્તાએ ક્હ્યું કે, ચંદ્રશેખર પરના કેસ પાછા ખેંચવાનાં પ્રયાસો કરાઇ રહ્યા છે. ચંદ્રશેખર જનતાનાં દબાણમાં મુક્ત થયો છે. સરકારે તેને મુક્ત નથી કર્યો. આ અંગે યુપી ભાજપના પ્રવક્તા ચંદ્ર મોહનનું કહેવું છે કે વિપક્ષી પાર્ટીઓ ચંદ્રશેખરની ધરપકડથી પણ પરેશાન હતી અને હવે તેને મુક્ત કરવામાં આવ્યો તો પણ પરેશાન છે. 

ચંદ્રશેખરની મુક્તિ અંગે યોગી સરકારની સ્પષ્ટતા
બીજી તરફ ઉત્તરપ્રદેશ સરકારનાં ગૃહવિભાગના એક પ્રવક્તાએ લખનઉમાં ગુરૂવારે કહ્યું કે, ચંદ્રશેખરની માં પ્રત્યે સંવેદના બાદ તેમને ઝડપતી મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેને એક નવેમ્બર સુધીમાં જેલ મુક્ત કરવામાં આવનાર હતા. રાસુકાના વિરોધમાં ભીમઆર્મીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી જે અંગે 14 સપ્ટેમ્બર સુનવણી થવાની હતી જો કે સરકારે 13 સપ્ટેમ્બરની રાત્રે જ ચંદ્રશેખરને મુક્ત કરી દીધો. 

2019માં ભાજપનો પરાજય થાય તેવા પ્રયાસો કરીશ-ચંદ્રશેખર
જેલમાંથી મુક્ત થતાની સાથે જ ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરે શુક્રવારે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર 2019ની લોકસભા ચૂંટણી હરાવવી તે તેનું લક્ષ્યાંક છે. ભીમ આર્મી સરકારનાં દબાણ સામે નહી નમે અને સંવૈધાનિક રીતે ભાજપને સરકારમાંથી બહાર ખદેડવા માટેના પ્રયાસો કરશે. તે મહાગઠબંધનનું સમર્થન કરશે. તેણે કહ્યું કે, અમે દલિત સમાજને સંગઠીત કરીને અત્યાચારની સામે લડીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news