જેને બીફ ખાવુ હોય તે ખાવ, Kiss કરવી છે તો કરો, ફેસ્ટિવલની શું જરૂરીયાતઃ વેંકૈયા નાયડૂ

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું કે, બીફ કે કિસ ફેસ્ટિવલ મનાવવાનું કોઈ મહત્વ નથી. 

 

 જેને બીફ ખાવુ હોય તે ખાવ, Kiss કરવી છે તો કરો, ફેસ્ટિવલની શું જરૂરીયાતઃ વેંકૈયા નાયડૂ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ સોમવારે એક કાર્યક્રમમમાં કહ્યું કે, બીફ કે કિસ ફેસ્ટિવલ ઉજવવાનું કોઈ મહત્વ નથી. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, નાયડૂએ કહ્યું, જો તમારે કિસ કરવી હોય તો કરો, તે માટે ફેસ્ટિવલનું આયોજન કરવું કે કોઈની  પરવાનગી લેવાની શું જરૂર છે? આજ રીતે બીફ ખાવા માટે ફેસ્ટિવલ મનાવવાનું કોઈ મહત્વ નથી. નાયડૂએ વધુમાં કહ્યું કે, આજ રીતે અફઝલ ગુરૂનો પણ મામલો છે, લોકો તેનું નામ જપે છે, આ શું થઈ રહ્યું છે? તેણે આપણી સંસદને ઉડાવવાનો પ્રયત્ન કર્યો હતો. 

વિભિન્ન જાતિ, સંપ્રદાય, ધર્મ, લિંગ છત્તા ભારત એક છે
ઉપ રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ સોમવારે કહ્યું કે આપણે ભારતીય હોવા પર ગર્વ હોવો જોઈએ અને આપણે જાતિ, સંપ્રદાય, ધર્મ અને લિંગના આધારે વિચારવાનું બંધ કરવાની જરૂર છે. આર.એ.પોદ્દાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સના પ્લેટિનયમ જ્યુબેલી સમારોહમાં નાયડૂએ કહ્યું કે આ દેશમાં સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યાંથી લોકો વિભાજન ઉત્પન્ન કરે છે. 

તેમણે કહ્યું, આપણે બધાએ અભિન્ન રીતે વિચારવું જોઈએ અને મહેસૂસ કરવું જોઈએ કે અમે એક છીએ. વિભિન્ન જાતિ, સંપ્રદાય, ધર્મ અને લિંગ છતા ભારત એક છે. આપણે ભારતીય હોવા પર ગર્વ કરવો જોઈએ અને તે માટે કોઈ સમસ્યા ન હોવી જોઈએ. 

 

— ANI (@ANI) February 19, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news