આ સ્માર્ટફોનમાં વ્હોટ્સએપનો બદલાશે લૂક: જાણો તમારો ફોન તો નથી ને...

વ્હોટ્સએપ ટૂંકમાં જ પોતાનાં લૂકમાં મોટો ફેરફાર કરવા જઇ રહ્યું છે, એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે એક વધારે મહત્વનું અપડેટ આવ્યું.

Krutarth Joshi Krutarth Joshi | Updated: Mar 9, 2018, 03:03 PM IST
આ સ્માર્ટફોનમાં વ્હોટ્સએપનો બદલાશે લૂક: જાણો તમારો ફોન તો નથી ને...

નવી દિલ્હી : ફેસબુકીની માલિકીનું ઇન્સ્ટન્ટ મેસેન્જિંગ એપ વ્હોટ્સએપનો લુક હવે દબલાવાનો છે. જી હા, વ્હોટ્સએપએ એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સનાં માટે એખ વધારે અપડેટ રિલીઝ કર્યું છે. એન્ડ્રોડ બીટા વર્ઝ 2.18.74નાં માટે વ્હોટ્સએપ એક એડોપ્ટિવ લોન્ચર આઇકોન લોન્ચ કર્યો છે. એડોપ્ટિવ આઇકોન ફીચર એન્ડ્રોઇડનાં ઓરિયા ઓપરેટિંગ સિસ્ટમનો હિસ્સો છે. વ્હોટ્સએપનો નવો આઇકોન પહેલા જેવો જ હશે.

અહેવાલો અનુસાર વ્હોટ્સએપનો નવો આઇકોન એક માસ્કની અંદર છે જે તારી ચોઇસ અનુસાર શેપ લઇ લેશે. એટલે કે તમે તેને પોતાની મર્જી અનુસાર શેપ આપી શકે છે. કંપનીનાં અનુસાર જો યુઝર આઇકોનને સપોર્ટ કરનાર લોન્ચનો ઉપયોગ કરો છો તો તમે સ્કવેર, સ્કવેર સર્કલ, સર્કલ, રાઉન્ડેડ સ્કવેર અને ટીયર ડ્રોપ શેપમાંથી કોઇની પસદગી કરી શકો છો. તેનાંથી સ્પષ્ટ થાય છે કે કંપની એન્ડ્રોઇડ યુઝર્સ માટે વ્હોટ્સએપનું લુક બદલવાનું છે. 

ગૂગલ પ્લેમાંથી વર્ઝન ડાઉનલોડ કરો.
કોઇ કારણવશ જો તમને અપડેટ વર્ઝન નહી મળે તો તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી તેનું બીટા વર્ઝન ડાઉનલોડ કરી શકો છો. એવું ત્યાર જ થશે જ્યારે તમે બીટા ટેસ્ટર થશે. એવું ત્યારે જ થશે જ્યારે તમે બીટા ટેસ્ટર હશો. હાલમાં જ વ્હોટ્સએપએ યુપીઆઇ આધારિત પેમેન્ટ ફીચરને ભારતમાં ચાલુ કર્યું હતું. જો કે કંપનીએ પેમેન્ટ ફિચરને પસંદગીના એન્ડ્રોઇડ અને  આઇઓએસ યુઝર્સ માટે ચાલુ કર્યું છે. બીજી તરફ વ્હોટ્સપ યુઝર્સને સ્પેમ મેસેજમાંથી છુટકારો અપાવવા માટે એક ફિચર ટેસ્ટ થઇ રહ્યું છે.