J&Kમાં રાષ્ટ્રપતિની જગ્યાએ કેમ લાગે છે રાજ્યપાલ શાસન, જાણો

જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની જગ્યાએ લગાવવામાં આવે છે રાજ્યપાલ શાસન. 

J&Kમાં રાષ્ટ્રપતિની જગ્યાએ કેમ લાગે છે રાજ્યપાલ શાસન, જાણો

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપી વચ્ચે મંગળવારે ગઠબંધન તૂટી ગયું. બંન્ને વચ્ચે ત્રણ વર્ષ બાદ ભંગાણ પડ્યું છે. મહબૂબા મુફ્તીએ સીએમ પદ્દેથી રાજીનામું આપી દીધું. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને આપી દીધું છે. હવે ત્યાં ઝડપથી રાજ્યપાલ શાસન લગાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપે રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવાની માંગ કરી છે. હવે રાષ્ટ્રપતિને આના પર નિર્ણય કરવાનો છે.

પરંતુ આપણે સાંભળીએ અને વાંચતા આવ્યા છીએ કે કોઈપણ રાજ્યમાં જો સરકાર અલ્પમતમાં આવી જાઈ તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે. હવે સવાલ થાય કે, બીજા રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે તો, આખરે જમ્મૂ-કાશ્મીરમાં શું છે તો ત્યાં રાજ્યપાલ શાસન લગાવવા પર વિચાર થઈ રહ્યો છે. આ વિશે તમને જણાવીએ. 

મહત્વનું છે કે, જમ્મૂ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલો છે. બંધારણની કલમ 92માં પણ આ વાતનો ઉલ્લેખ છે કે, જમ્મૂ અને કાશ્મીરમાં જો રાજકીય સંકટ આવે અથવા બંધારણ અનુરૂપ ચાલી રહેલું તંત્ર ફેલ થઈ જાય તો આ સ્થિતિમાં રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જમ્મૂ અને કાશ્મીરમાં છ મહિના સુધી રાજ્યપાલ શાસન લગાવી શકાય છે. જો જમ્મૂ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવવામાં આવે છે તો આ દરમિયાન વિધાનસભા સસ્પેન્ડ કે ભંગ રાખવામાં આવે છે.

ભારતના બંધારણમાં તેવી પણ કલમ છે કે જે હેઠળ છ મહિના બાદ કાશ્મીરમાં રાજ્યપાલ શાસનને વધારી પણ શકાય છે. બંધારણની કલમ 356 કહે છે કે, જો જમ્મૂ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવ્યાના છ મહિનાની અંદર ત્યાં કોઇ સરકાર ન બને કે બંધારણિય રીતે વ્યવસ્થા શરૂ ન થાય તો આ કલમ હેઠળ રાજ્યપાલ શાસનની સમયમર્યાદા વધારી શકાય છે. પરંતુ આ સમયે તે રાષ્ટ્રપતિ શાસનમાં પરિવર્તિત થઈ જાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news