હાશ! પકડાઈ ગયો હેમા માલિનીની સોસાયટીમાં પેધી ગયેલો દીપડો

બોલિવૂડ એક્ટ્રેસ  હેમા માલિનીનો બંગલો ધરાવતી ગોરેગામ (ઈસ્ટ)ની ગોકુલધામ કોલોનીમાં ગુરુવારે વહેલી સવારે દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 13, 2018, 01:14 PM IST
હાશ! પકડાઈ ગયો હેમા માલિનીની સોસાયટીમાં પેધી ગયેલો દીપડો

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ  હેમા માલિનીનો બંગલો ધરાવતી ગોરેગામ (ઈસ્ટ)ની ગોકુલધામ કોલોનીમાં ગુરુવારે વહેલી સવારે દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. જોકે સદ્ભાગ્યે દીપડાએ કોઈને ઈજા પહોંચાડી નહોતી, પરંતુ આ બનાવને કારણે વન-વિભાગના અધિકારીઓનો જીવ તાળવે ચોંટી ગયો છે. કોલોનીમાં ઘૂસી આવેલા દીપડાને જોતાં વોચમેન તેની પાછળ દોડ્યો હતો. CCTVના વીડિયો-ફુટેજમાં પણ કોલોનીમાં ઘૂસી આવેલો દીપડો સ્પષ્ટ દેખાય છે. જોકે હવે વન-વિભાગના અધિકારીઓના જીવમાં જીવ આવ્યો છે કારણ કે આખરે છ કલાકની જહેમત બાદ વન વિભાગના અધિકારીઓએ દીપડાને પકડી લીધો છે. 

6ને કર્યા ઘાયલ
વન-વિભાગના અધિકારીઓએ ભીડને દૂર ખસેડી દીપડાને પકડી પાડયો છે. સોસાયટીમાં ભરાઈ આવેલા દીપડાએ છ લોકોને ઘાયલ કર્યા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. હકીકતમાં આ નેશનલ પાર્ક નજીકની સોસાયટી હોવાથી દીપડો જંગલમાંથી ત્યાં આવી પહોંચ્યો હતો. 

ધ્યાનમાં રાખવાની વાત
વન-વિભાગના અધિકારીઓએ જણાવ્યા અનુસાર દીપડાનો પીછો કરવાથી કે એને પકડવાનો પ્રયાસ કરતાં એ ઉશ્કેરાઈને હુમલો કરી બેસે છે. દીપડા ભૂલથી માનવવસ્તીમાં ઘૂસી આવે છે. જો લોકોને તેમના વિસ્તારમાં દીપડો દેખાય તો તાત્કાલિક વન-વિભાગનો સંપર્ક કરવો જોઈએ.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close