રાજ્યસભા ચૂંટણી: સપાનો અવસરવાદી ચહેરો ફરીથી બેનકાબ થયો- CM યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશની રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવી છે. અહીં 10 બેઠકોમાંથી ભાજપે 9  બેઠકો મેળવી.

રાજ્યસભા ચૂંટણી: સપાનો અવસરવાદી ચહેરો ફરીથી બેનકાબ થયો- CM યોગી આદિત્યનાથ

લખનઉ:પાના ઉમેદવાર જયા બચ્ચને પણ જીત મેળવી. આ જીત પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે સમાજવાદી પાર્ટીનો અવસરવાદી ચહેરો ફરીએકવાર ઉજાગર થયો છે. સપા બીજા પાસેથી લઈ શકે છે, પરંતુ આપી શકતી નથી. તેમણે માયાવતીનું નામ લીધા વગર કહ્યું કે ચૂંટણીમાં જેમને ઠોકર લાગી છે તેવા લોકોએ પાઠ ભણવો જોઈએ. તેનાથી તેમણે ચેતી જવું જોઈએ.

કેન્દ્ર તરફથી મંત્રી પીયૂષ ગોયલને રાજ્યસભા ચૂંટણી માટે પર્યવેક્ષક નક્કી કરવામાં આવ્યાં હતાં. આ અવસરે તેમણે કહ્યું કે અન્ય પક્ષોનો પણ ભાજપ પ્રતિ વિશ્વાસ વધી રહ્યો છે આ જીત તેનુ પરિણામ છે. ઉત્તર પ્રદેશની રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવી છે. અહીં 10 બેઠકોમાંથી ભાજપે 9  બેઠકો મેળવી. સ

બીએસપીનો આરોપ
રાજ્યસભા ચૂંટણીમાં થયેલી સજ્જડ હારના પર બીએસપીના વરિષ્ઠ નેતા સતીષ મિશ્રાએ ભાજપ પર આરોપ લગાવ્યો કે ભાજપે આ ચૂંટણીમાં માત્ર ધનબળ નહીં પરંતુ સત્તાનો પણ દૂરઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપે પોાતાની સત્તાના જોરે બસપા અને સપાના બે ધારાસભ્યોને જેલમાંથી મત આપવા દીધા નહીં. તેમણે કહ્યું કે મુખ્તાર અંસારી આ અગાઉ દરેક ચૂંટણીમાં જેલમાંથી આવીને મતદાન કરી ગયા હતાં. પરંતુ આ વખતે એમ કરવા  દેવાયુ નહીં. બીએસપીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી અધિકારીએ પણ ખુબ ધાંધલી  કરી છે. તેમણે કહ્યું કે ગેરકાયદેસર મતોને પણ સત્તા પક્ષમાં કાયદેસર ગણવામાં આવ્યાં.

ભાજપના વિજયી ચહેરા
ભાજપના ઉમેદવાર અરુણ જેટલી, અનિલ જૈન, જીવીએલ નરસિમ્હા રાવ, વિજયપાલ તોમર, કાંતા કર્દમ, અશોક વાજપેયી, હરનાથ યાદવ, સકલદીપ રાજભર, અને અનિલ અગ્રવાલે જીત મેળવી. બીજા રાઉન્ડના કાઉન્ટિંગે અનિલ અગ્રવાલની જીત પર મહોર લગાવી દીધી.  જેમાં ભીમરાવ આંબેડકરને માત્ર એક જ મત મળ્યો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news