#ZeeIndiaConclave: લેનિનની મુર્તિ તોડવી ખોટુ પગલું: સુનીલ દેવધર

પરિવર્તન ત્રિપુરાની જનતાની માંગ હતી : મેઘાલયનાં મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપનાં શાસનમાં પુર્વોત્તરનાં રાજ્યોનો વિકાસ થયો છે

#ZeeIndiaConclave: લેનિનની મુર્તિ તોડવી ખોટુ પગલું: સુનીલ દેવધર

નવી દિલ્હી : ત્રિપુરામાં પહેલીવાર કમલ ખિલવનારા અને ભારતનાં ભવ્ય વિજયનાં નાયક ભાજપ પ્રભારી સુનીલ દેવધરે કહ્યું કે, આ જીત ત્રિપુરાની જનતાની માંગ હતી. ચલો પલટાયનાં આ નારામાં ત્રિપુરામાં પરિવર્તનની ઇચ્છા પેદા કરી. તેમણે કહ્યું કે, કોંગ્રેસે ક્યારે ત્રિપુરાને ગંભીરતાથી લીધું નહોતું. ચૂંટણી પ્રચારમાં મે ખાસી ભાષાનો ઉપયોગ કર્યો. મે ખાસી સમુદાયની ભાષા સીખી. #ZeeIndiaConclaveમાં ચર્ચા દરમિયાન તેમણે મુક્ત મને વાત કરી હતી.

બીજી તરફ મેઘાલયનાં મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં અમે નોર્થ ઇસ્ટમાં પરિવર્તન જોયું છે. આપણે તે વિચાર બદલવો પડશે કે દેશ આપણી અવગણના કરી રહ્યો છે. સુનીલ દેવધરે ચર્ચા દરમિયાન કહ્યું કે, લેનિનની મુર્તિ તોડવામાં આવી તે ખોટું હતું. ભાજપ તેની નિંદા કરે છે. પુતળુ તોડીને તમે કોઇ વિચારધારાને ખતમ કરી શકો નહી. 6 તારીખે અમારા ધારાસભ્યોનાં દળની બેઠક થઇ અને બિપ્લવ દેવે કુર્સી સંભાળતાની સાથે જ કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા બગાડનારાઓને છોડવામાં નહી આવે.

અમે 21 રાજ્યો જીત્યા છે, ત્યાં ભારત માતા કી જયનાં નારા લાગે છે અને ક્યાંક કોઇક વ્યક્તિ પેટા ચૂંટણી જીતે છે ત્યાં ભારત વિરોધી નારાઓ લાગે છે. મારૂ માનવું છે કે દેશની વિરુદ્ધ નારેબાજીનું કોઇ સમર્થન કરી શકે નહી.

વિધાનસભા ચૂંટણી લડવાનાં સવાલ અંગે સંગમાએ કહ્યું કે, મારૂ માનવું છે કે પાર્ટી અધ્યક્ષ સ્વરૂપે મે મારી જવાબદારી પુરી કરવી જોઇએ માટે મે રાજ્યમાં દરેક સ્થળ પર પાર્ટીની સ્થિતીને મજબુત કરી. અગાઆથા સંગ્મા મુદ્દે તેમણે કહ્યું કે, તે નિશ્ચિત નહોતું કે જીત બાદ ધારાસભ્ય દળ પોતાનાં નેતા પસંદ કરશે અને દળે તે નિર્ણય લીધો.

સુનીલ દેવધરે કહ્યું કે, હું માત્ર ભારત માતાનો સેવક છું. મે ત્રણ વર્ષ સુધી કઇ બીજુ નથી જોયું. મારા મગજમાં માત્ર ત્રિપુરા, ત્રિપુરા અને ત્રિપુરા જ હતું. રાજનીતિમાં લોભામણી ઘણી વાતો રહે છે. જો તમે ફોકસ રાખીને કામ કરશો તો યશ તમને છોડીને ક્યાંય પણ નહી જાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news