Pics : આ પ્રખ્યાત ઉર્દૂ લેખકને બહુ જ ગમતી મુંબઈની બદનામ ગલીઓ, કહેતા-‘હું તો ચાલતો-ફરતો મુંબઈ છું’

 1955માં આજના દિવસે પ્રખ્યાત ઉર્દૂ લેખક સઆદત હસન મંટોએ આ દુનિયાને અલવિદા કહી હતી. 1948માં જાન્યુઆરી મહિનામાં જ તેઓ ભારત-પાકિસ્તાનના ભાગલાને કારણે મુંબઈ છોડીને લાહોર ગયા હતા. અંદાજે 12 વર્ષ મુંબઈમાં રહેલા મંટોએ પોતાની કહાનીઓમાં 1930-40ના મુંબઈને શબ્દોમાં વ્યક્ત કર્યા હતા. તેઓ કહેતા હતા કે, ‘હું તો ચાલતો-ફરતો મુંબઈ છું.’

ગુજરાત : 1955માં આજના દિવસે પ્રખ્યાત ઉર્દૂ લેખક સઆદત હસન મંટોએ આ દુનિયાને અલવિદા કહી હતી. કેટલાક લેખકો ખાસ કરીને તો મોટા લેખક કે ફેમસ લેખક હોય છે, પરંતુ સઆદત હસન મંટો મોટા અને મહાન લેખક હોઈને પણ એક બદનામ લેખક હતા. એવું સમજાય છે કે, તેમની કહાનીઓએ જ તેમને બદનામ લેખકનો ખિતાબ આપ્યો હતો. તેમની બદનામ કહાનીઓ પર અનેક કંઈ લખાયું છે. વારંવાર તેમની પાંચ કહાનીઓ ઘુંઆ, બૂ, ઠંડા ગોસ્ટ, કાલી સલવાર અને ઉપર, નીચે તથા દરમિયાંનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેને કારણે તેમના પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લગાવીને કેસ ચલાવવામાં આવ્યો હતો. મંટોની બીજી એક ખાસ વાત એ છે કે, 1948માં જાન્યુઆરી મહિનામાં જ તેઓ ભારત-પાકિસ્તાનના ભાગલાને કારણે મુંબઈ છોડીને લાહોર ગયા હતા. અંદાજે 12 વર્ષ મુંબઈમાં રહેલા મંટોએ પોતાની કહાનીઓમાં 1930-40ના મુંબઈને શબ્દોમાં વ્યક્ત કર્યા હતા. તેઓ કહેતા હતા કે, ‘હું તો ચાલતો-ફરતો મુંબઈ છું.’

1/3
image

મુંબઈમાં સિનેમાના જાણકાર અને મુંબઈપ્રેમી રફીક બગદાદી મંટો વિશે તેઓ કહે છે કે, જૂની પેઢી મંટોને ક્યારેય વાંચતી ન હતી. તે એક ટેબૂ હતું. તે સમયમાં બહુ જ પ્રતિબંધ હતા, જે આજે નથી. આજે શિક્ષણ પ્રથા બદલ ગઈ છે. આજની પેઢીને સમજવામાં તકલીફ નથી થતી કે મંટોએ એવું કેમ લખ્યું. રફીક બગદાદીએ જણાવ્યું કે, ભારતની આઝાદી પહેલા કેનેડી બ્રિજની પાસેનો વિસ્તાર સેક્સ વર્કર્સ માટે ફેમસ હતો. અહીંથી દુનિયાભરથી જેમ કે ચીન, જાપાન, રશિયા, યુક્રેનથી સેક્સ વર્કર્સ આવ્યા કરતી હતી. આ સેક્સ વર્કર્સ રાત્રે કેનેડી બ્રિજ પર ઉભી રહીને પોતાના ગ્રાહકની રાહ જોતી રહેતી. જ્યારે મંટો 1394-35માં મુંબઈ આવ્યા ત્યારે તેઓએ સૌથી પહેલા આલ્ફ્રેડ ટોકીઝની સામે અરબ ગલીમાં નાનકડા ઘરમાં 8 મહિના વિતાવ્યા હતા. જ્યાં બહુ જ માંકડ હતા અને આ વાતની જાણ જ્યારે તેમના માતાને થઈ તો તેઓ રડી પડ્યા હતા. અરબ ગલી બાદ મંટો ભાયખલામાં રહેલા લાગ્યા હતા. 

2/3
image

કેનેડી બ્રિજની પાસે જ જ્યોતિ સ્ટુડિયો હતો, જ્યાં સઆદત હસન મંટોની ઓફિસ હતી. તેમણે અહીં પોતની પહેલી ફિલ્મ ‘કિસાન કન્યા’ લખી હતી. મંટોની વાર્તાઓમાં મુંબઈના જિન્ના હોલ, કોંગ્રેસ હોલ, બોમ્બે સંગીત કલાકાર મંડળ (જ્યાં તવાયફો નાચગાન કરતી હતી) નો ઉલ્લેખ આવે છે. એક કથાકાર જમીલ ગુલરેજ મંટોની કહાનીઓ વિશે કહે છે કે, મંટો વિશે લોકોને ગેરસમજ છે કે, તેઓ માટે તવાયફો માટે જ લખતા હતા, જ્યારે કે તેઓ બધા જ વિશે લખતા હતા. તેમનું એમ પણ કહેવું છે કે, મંટોમાં યુવી પેઢીનો રસ છે. તેમની કેટલીક વાર્તાઓ સેક્સની વાતો કરે છે, જે ઉત્તેજિત કરે છે. પણ અસલી મંટોને કોઈ જ જાણતુ નથી.

3/3
image

ઉલ્લેખનીય છે કે, રફીક બગદાદીએ નવી પેઢીને મંટોના સાહિત્ય અને મંટનો મુંબઈ પ્રેમ બતાવવા માટે એક પદયાત્રા પણ કરી ચૂક્યા છે. જેમાં તેઓએ મંટોના મુંબઈ કનેક્શનની અનેક વાતો કહી હતી.