જગતમાં ક્રિકેટરોનું નામ કરે રોશન કરશે તેમના 'રાજદુલારા'

Jun 11, 2018, 02:57 PM IST

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ગત બે દાયદાઓથી જે ખેલાડીઓએ ભારત માટે સફળતાની નવી ગાથા લખી, તેમાં સચિન તેંડુલકર, વિરેંદ્ર સહેવાગ, રાહુલ દ્રવિડનું નામ ટોપ પર રહ્યું છે અને હવે સચિન તેંડુલકરના પુત્ર અર્જૂનનું નામ ચર્ચામાં છવાયેલું છે. 

1/9

ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન વિરેંદ્ર સહેવાગના બે પુત્ર છે. આર્યવીર અને વેદાંત. આ બંને પણ ક્રિકેટની કલા શીખી રહ્યા છે. વિરેંદ્ર સહેવાગે પોતાના ઇન્ટરાવ્યૂમાં આ વાત કહી ચૂક્યા છે કે જો તેમના પુત્ર ટેસ્ટ ક્રિકેટમાં પોતાના બનાવેલા 319 રનોનો રેકોર્ડ તોડી દેશે તો તે તેને ફરારી ગાડી ગિફ્ટ કરશે. સ્પષ્ટ છે કે વિરેંદ્ર સહેવાગ પણ પોતાના પુત્રોને ટીમ ઇન્ડીયામાં રમતા જોવા માંગે છે અને સાથે એ પણ વિચારે છે કે તે આધુનિક ક્રિકેટ અને ફટાફટ ક્રિકેટની માફક ઝડપથી રન બનાવે. 

2/9

પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાના પુત્ર મોહિત મોંગિયા 18 વર્ષનો છે અને અંડર-19 કૂચ બિહાર ટ્રોફીમાં 2015-16થી તે વડોદરાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. પહેલાં તે ફૂટબોલ રમતો હતો, પરંતુ સતત ઇજાના લીધે ક્રિકેટમાં આવી ગયો. બેટ્સમેન મોહિત ક્રિકેટના ત્રણ ફ્રોમેટમાં સારું પ્રદર્શન કરવાની તાકાત ધરાવે છે. ગત વર્ષે મોહિતે પોતાના પિતા નયન મોંગિયાનો રેકોર્ડ પણ તોડ્યો હતો. કૂચ બિહાર ટ્રોફીની એક મેચમાં મોહિતે પોતાના પિતાના 30 વર્ષ જૂના સર્વોચ્ચ સ્કોરના રેકોર્ડને ધારાશય કર્યો હતો. જોકે મોહિતે મુંબઇ વિરૂદ્ધ 246 બોલમાં અણનમ 240 રનની ઇનિંગ રમી હતી. આ વડોદરા દ્વારા કૂચ બિહાર ટ્રોફીમાં કોઇ બેટ્સમેનનો સર્વાધિક સ્કોર હતો. આ પહેલાં નયન મોંગિયાએ 1988માં કેરલ વિરૂદ્ધ 224 રન બનાવ્યા હતા. 

3/9

લેગ સ્પિનર નરેંદ્ર હિરવાનીનો પુત્ર મિહિર 23 વર્ષનો છે. તે 2014-15માં ફર્સ્ટ ક્લાસમાઅં ડેબ્યૂ કરી ચૂક્યો છે. મિહિર પણ પોતાના પિતાની માફક લેગ સ્પિનર કરાવે છે. મિહિરે પોતાના પિતા પાસેથી શિખ્યું છે કે પોતાના પરર્ફોમન્સ સાથે જ તમે પોતાના ટીકાકારોના મોંઢા બંધ કરી શકો છો. ગત ઘરેલૂ સિઝનની સાત મેચોમાં મિહિરે 31 વિકેટ ઝડપી હતી. તેમાંથી ચાર વખત તેણે પાંચ-પાંચ વિકેટ લીધી હતી. આ મિહિરની પ્રતિભાને દર્શાવે છે.

4/9

અંડર 19 ટીમના કોચ રાહુલ દ્વવિડનો પુત્ર બાળપણથી જ ક્રિકેટ શીખી રહ્યો છે. દ્વવિડને બે પુત્ર છે સમિત અને અન્વય. બંને જ બેટીંગ કરે છે. આ બંને એકદમ પ્રભાવશાળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્ટાર ક્રિકેટરના પુત્ર હોવા છતાં રાહુલ દ્વવિડ ઇચ્છે છે કે તેમને તે પ્રકારે કોચ ન કરવામાં આવે કે કોઇ સેલિબ્રિટીના પુત્ર છે. આ બંનેમાં પોતાના પિતાની માફક શાલીનત કૂટીકૂટીને ભરી છે. પ્રતિભા અને શાલીનતા આગામી સમયમાં ટીમ ઇન્ડીયાને નવી 'ધ વોલ' આપી શકે છે. તેની પુરી સંભાવના છે. 

5/9

અર્જૂન તેંડુલકરે વસીમ અકરમ જેવા ફાસ્ટ બોલરોના ટ્રેનિંગમાં ટ્રેનિંગ લીધી છે. આ ઉપરાંત સુબ્રતો બેનર્જી પણ તેમના કોચ રહ્યા છે. પોતાના પિતાની માફક અર્જૂન પણ ક્રિકેટને લઇને ઝનૂની છે. સાથે જ તે આકરી મહેનત પણ કરે છે. તે દુનિયાના નંબર વન પેસર બનવા માંગે છે. આ લગભગ નક્કી છે કે આગામી સમયમાં અર્જૂન તેંડુલકર ટીમ ઇન્ડીયાનો ભાગ બનશે. 

6/9

આ બધા સ્ટાર ક્રિકેટર કિડ્સમાં સચિનના પુત્ર અર્જૂન તેંડુલકરનું નામ સૌથી ચર્ચામાં છે. તે ઘણીવાર જૂનિયર ટીમોનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે હવે ભારતની અંડર-19 ટીમનો ભાગ બની ગયો છે. તે ઇગ્લેંડ ટીમના બેટ્સમેનોને બોલીંગ અભ્યાસ કરાવનાર બોલર છે. થોડા સમય પહેલાં તેણે અંડર-19 મુંબઇની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી પરંતુ પોતાના પિતાના કહેવાથી તેમને એમ કહીને નામ પરત લઇ લીધું કે હજુ તે તેના માટે તૈયાર નથી. 

7/9

ભારતીય ક્રિકેટને આ નવી પેઢી પોતાના વારસાને કેટલો સંભાળી શકે છે અથવા આગળ લઇ શકે છે તે તો આગામી સમય જ બતાવશે પરંતુ એ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ક્રિકેટમાં આ નામ ફરી એકવાર સાંભળવા મળશે. આ નામોમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જૂન તેંડુલકર, રાહુલ દ્વવિડના સમિત દ્વવિડ અને વીરેંદ્ર સહેવાગના પુત્ર વેદાંત સહેવાગ, નયન મોંગિયાના પુત્ર મોહિત મોંગિયા અને નરેંદ્ર હિરવાની પુત્ર મિહિર હિરવાની મુખ્ય છે. 

8/9

90ના દાયકામાં લેગ સ્પિન બોલર નરેંદ્ર હિરવાની પોતાની જાદૂઇ બોલીંગથી આખી દુનિયાને અચંબામાં મૂકી દીધી હતી. ત્યારે સમાચારોમાં 'હિરો હિરા હિરવાની'ના હેડિંગ સાથે આ લેગ સ્પિન બોલર ક્રિકેટ જગતના સૌથી સ્પિન બોલર બની ગયા હતા. જોકે તેમના કેરિયરની શરૂઆત લાંબી ન રહી પરંતુ ક્રિકેટની દુનિયામાં જાણકારો આજે પણ તેમને યાદ કરે છે. સમય બદલાતો ગતો અને આખું દ્વશ્ય બદલાઇ ગયું. આ સફળ પેઢી પોતાનો વારસાને નવી પેઢીને સોંપવા માટે એકદમ તૈયાર છે. એટલે કે ભારતીય ક્રિકેટ આકાશમાં આગામી કેટલાક વર્ષોમાં ફરી એકવાર સચિન તેંડુલકર, રાહુલ દ્વવિડ, નયન માંગિયા અને નરેંદ્ર હિરવાનીના જલવા જોવા મળી શકે છે. 

9/9

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ગત બે દાયદાઓથી જે ખેલાડીઓએ ભારત માટે સફળતાની નવી ગાથા લખી, તેમાં સચિન તેંદુલકર, વિરેંદ્ર સહેવાગ, રાહુલ દ્રવિડનું નામ ટોપ પર રહ્યું છે અને હવે સચિન તેંદુલકરના પુત્ર અર્જૂનનું નામ ચર્ચામાં છવાયેલું છે. જોકે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને શ્રીલંકામાં આગામી મહિને યોજાનારી બે ચાર દિવસીય મેચો માટે ભારતની અંડર-19 ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 18 વર્ષના ડાબોડી બોલર અર્જૂન ગત કૂચ બિહાર ટ્રોફીમાં મુંબઇ અંડર-19નો ભાગ રહ્યો હતો જ્યાં તેણે 18 વિકેટ ઝડપી હતી. અર્જૂન અંડર-19માં સામેલ થવાની સાથે હવે લાગી રહ્યું છે કે સ્ટાર ક્રિકેટરોના બાળકો પોતાના પિતાના વારસાને સંભાળવા માટે તૈયાર છે. આવ એક નજર કરીએ સ્ટાર ક્રિકેટરોના 'રાજદુલારા'ઓ પર: