Independence Day Sale : TV અને સ્માર્ટફોન પર 19 હજાર સુધીની છૂટ!

Aug 10, 2018, 11:21 AM IST

સ્વતંત્રતા દિવસ નજીક આવતાંની સાથે જ ઇ-કોમર્સ વેબસાઇટે સેલ શરૂ કરી દીધો છે. આ સાથે જ સૌથી મોટી ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોનનો ફ્રીડમ સેલ 9 ઓગસ્ટથી શરૂ થઇ ગયો છે. 

1/8

amazon freedom sale 2018 best offers on smartphones and smart tv

amazon freedom sale 2018 best offers on smartphones and smart tv

સ્વતંત્રતા દિવસ નજીક આવતાંની સાથે જ ઇ-કોમર્સ વેબસાઇટે સેલ શરૂ કરી દીધો છે. આ સાથે જ સૌથી મોટી ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોનનો ફ્રીડમ સેલ 9 ઓગસ્ટથી શરૂ થઇ ગયો છે. 9 ઓગસ્ટથી શરૂ થયેલા અમેઝોનનો સેલ 12 ઓગસ્ટ સુધી ચાલશે. સેલમાં ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ અને અન્ય સામાનો પર બંપર છૂટ મળી રહી છે. જો તમારી પાસે એસબીઆઇનું ડેબિટ કાર્ડ છે તો કેટલીક પ્રોડક્ટ પર વધારાની છૂટ મળી શકે છે. આગળ વાંચો કેટલીક એવી પ્રોડક્ટ જેના પર અમેઝોન ફ્રીડમ સેલ દરમિયાન સારી ઓફર મળી રહી છે.

2/8

amazon freedom sale 2018 best offers on smartphones and smart tv

amazon freedom sale 2018 best offers on smartphones and smart tv

હુવાવે P20 લાઇટ: અમેઝોનના ફ્રીડમ સેલમાં હુવાવેના P20 લાઇટ (Huawei P20 Lite) સ્માર્ટફોન પર 6 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 22,999 રૂપિયાની કિંમતવાળો P20 લાઇટ સેલમાં 16,999 રૂપિયામાં મળી રહ્યો છે. હુવાવેના આ સ્માર્ટફોનમાં 16+2 MP નો રિયર કેમેરો, 24 MP નો ફ્રંટ કેમેરો છે. 5.84 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનમાં 4 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોનમાં કિરિન 659 પ્રોસેસર અને 3000 mAh બેટરી છે.  

3/8

amazon freedom sale 2018 best offers on smartphones and smart tv

amazon freedom sale 2018 best offers on smartphones and smart tv

સેમસંગ ગેલેક્સી A6: 25,500 રૂપિયાની કિંમતવાળા સેમસંગ ગેલેક્સી A6 (Samsung Galaxy A6) અમેઝોનના સેલમાં 20,990 રૂપિયામાં મળી રહ્યો છે. મે 2018માં લોંચ થયેલા સેમસંગના આ ફોનમાં 1.6 ગીગા હર્ટ્ઝનું ઓક્ટાકોર પ્રોસેસર 3 GB રેમ છે. ફોનમાં આપવામાં આવેલી 32 GBની ઇન્ટરનલ મેમરીને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 256 GB સુધી વધારી શકાય છે. પરંતુ સેલમાં તેનું 64 GB ઇન્ટરનલ મેમરી વેરિએન્ટ મળી રહ્યું છે. ફોનમાં 16 MP નો રિયર અને 5 MPનો ફ્રંટ કેમેરો છે.    

4/8

amazon freedom sale 2018 best offers on smartphones and smart tv

amazon freedom sale 2018 best offers on smartphones and smart tv

ઓપ્પો F 7: 6.23 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લેવાળા ઓપો એફ 7 (Oppo F7)માં મીડિયા ટેક હીલિયો P60 પ્રોસેસર છે. 128 GB ઇંટરનલ સ્ટોરેજવાળા ઓપો એફ 7 સેલમાં 27,990 રૂપિયાના બદલે 23,990 રૂપિયામાં મળી રહ્યો છે. ફોનમાં 16 MP નો રિયર અને 25 MPનો ફ્રંટ કેમેરો છે. 128 GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા ઓપો એફ 7 માં 6 GB રેમ અને 3400 mAh બેટરી છે.

5/8

amazon freedom sale 2018 best offers on smartphones and smart tv

amazon freedom sale 2018 best offers on smartphones and smart tv

વીવો નેક્સ: થોડા દિવસો પહેલાં જ લોંચ થયેલા વીવો નેક્સ (Vivo Nex) સ્માર્ટફોનને તમે સેલમાં 44,990 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનની કિંમત 47,990 રૂપિયા છે. 6.59 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લેવાળા આ ફોનમાં 2.2 ગીગા હર્ટ્ઝનું ઓક્ટાકોર પ્રોસેસર અને 8 GB રેમ છે. 128 GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા આ ફોનની મેમરીને માઇક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકાશે નહી. 

6/8

amazon freedom sale 2018 best offers on smartphones and smart tv

amazon freedom sale 2018 best offers on smartphones and smart tv

સાન્યો 43 ઇંચ ફૂલ એચડી ટીવી: સાન્યોનું 43 ઇંચવાળું XT-43S7100F ટીવી ફૂલ એચડી રિઝોલ્યૂવેશનની સાથે આવે છે. આ ટીવીમાં 178 ડિગ્રી એંગલ વ્યૂ આપવામાં આવ્યો છે. 38,990 રૂપિયામાં મળનાર આ ટીવી સેલમાં ડિસ્કાઉંટની સાથે 19,990 રૂપિયામાં મળી રહ્યું છે. 

7/8

amazon freedom sale 2018 best offers on smartphones and smart tv

amazon freedom sale 2018 best offers on smartphones and smart tv

બીપીએલ ફૂલ એચડી LED TV : 1920x1080 પિક્સલ રિઝોલ્યૂવેશનની સાથે આવનાર બીપીએલના ફૂલ એચડી એલઇડી ટીવીમાં 178 ડિગ્રીનો વ્યૂઇંગ એંગલ છે. બીપીએલના આ ટીવીમાં 16W ઓડિયો આઉટપુટની સાથે 60 હર્ટઝની રિફ્રેશ ડિસ્પ્લે રેટ છે. 30,990 રૂપિયાની કિંમતવાળું બીપીએલનું ટીવી અમેઝોન સેલમાં 18,490 રૂપિયાના આકર્ષક પ્રાઇઝમાં મળી રહ્યું છે. 

8/8

amazon freedom sale 2018 best offers on smartphones and smart tv

amazon freedom sale 2018 best offers on smartphones and smart tv

સેમસંગ 32 ઇંચ સ્માર્ટ ટીવી: અમેઝોનના સેલમાં સેમસંગનો એમ સીરીઝવાળું 32 ઇંચનું એલઇડી સ્માર્ટ ટીવી 21,990 રૂપિયામાં મળી રહ્યું છે. આ ટીવીની બજાર કિંમત 33,990 રૂપિયા છે. સેમસંગના સ્માર્ટટીવીમાં 20W ઓડિયો આઉટપુટની સાથે 2 એચડીએમઆઇ ઇનપુટ અને યૂએસબી પોર્ટ આપવામાં આવ્યા છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close