પ્રિયંકા અને નિક પહોંચ્યા હનીમૂન પર, ઇન્સ્ટાગ્રામને કારણે પકડાયું સિક્રેટ

1/7
image

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ આ સમયે બીચ પર ફરી રહ્યા છે. 1લી ડિસેમ્બરે જોધપુરના ઉમૈદ ભવન પેલેસમાં લગ્ન કર્યા બાદ બંને ખૂબ જ વ્યસ્ત રહ્યા. લગ્ન બાદ દિલ્હીમાં રિસેપ્શનનું આયોજન કરાયું હતું. આ બાદ તેઓ મુંબઈ પહોંચ્યા અને પછી ઉદયપુરમાં ઈશા અંબાણીની સંગીત સેરેમનીમાં શામેલ થયા. 

2/7
image

જોકે હવે આ જોડી એકબીજા સાથે ફરવાની મજા માણી રહી છે. પ્રિયંકાની ઈન્ટાગ્રામ સ્ટોરી જોઈને આ કહી શકાય છે કે તે નિક જોનાસ સાથે હનીમૂન પર નીકળી છે. હકીકતમાં પ્રિયંકાએ ઈન્સ્ટા સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે. જેમાં બીચ પર એક હાર્ટ બનેલું છે અને તેની અંદર PCJ અને NJ લખેલું છે.

3/7
image

લગ્ન પછી પ્રિયંકા અને નિક બંનેએ પોતાના લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા શેર કરી હતી. તેમણે ક્રિશ્ચિયન રીત-રિવાજ મુજબ આ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેના ક્રિશ્ચિયન લગ્ન સમયે કટ કરાયેલી કેકની તસવીર શેર કરી હતી

4/7
image

ઝી બિઝનેસ દ્વારા પ્રિયંકા અને નિકના લગ્નના ખર્ચાની તપાસ કરવામાં આવી છે જેના પગલે માહિતી મળી છે કે આ લગ્ન પાછળ લગભગ પાંચ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે.

5/7
image

પ્રિયંકા અને નિકની સગાઈ લગભગ ચાર મહિના પહેલા થઈ હતી અને આ મહિનાની શરૂઆતમાં આ જોડીએ લગ્ન કરી લીધા છે. 1 ડિસેમ્બરે તેમના કેથોલિક વિધિથી તો 2 ડિસેમ્બરના દિવસે હિંદુ પરંપરા પ્રમાણે તેમના લગ્ન થયા છે.

6/7
image

આ પ્રસંગે પ્રિયંકાનું મોંઘું ગાઉન, 16 ફૂટની કેક તેમજ મોંઘીદાટ આતિશબાજી ચર્ચાનો વિષય બન્યા છે.

7/7
image

આ લગ્ન માટે વિકએન્ડમાં તાજ ઉમેદ પેલેસનું સંપૂર્ણ બુકિંગ કરવામાં આવ્યું હતું જેનો ખર્ચ અંદાજે 3.3 કરોડ રૂ. છે. આ સિવાય પ્રિયંકાએ પોતાના મહેમાનોને એરપોર્ટથી ઉમેદ ભવન પેલેસ સુધી લાવવા માટે લગભગ 20 લાખ રૂ.નો ખર્ચ થયો હોવાનું અનુમાન છે. નોંધનીય છે કે પ્રિયંકા અને નિકની સંયુક્ત મિલકત લગભગ 375 કરોડ ડોલરની છે.