AUTO EXPO 2018: પહેલા દિવસે લોંચ થઇ આ શાનદાર અને દમદાર કાર્સ

ઓટૉ એક્સપો 2018 આજથી શરૂ થઇ ગયો છે. આજથી 10 દિવસ સુધી કંપનીઓ પોતાની ગાડી લોંચ કરશે. તેમાં મારૂતિથી માંડીને હ્યુંડઇ અને ટાટા જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. 

Feb 7, 2018, 03:07 PM IST
1/5

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની હ્યુંડઇ મોટર ઇન્ડીયાએ પોતાની પોપ્યુલર હેચબેક કાર એલીટ આઇ20ના ફેસલિફ્ટ વર્જનને લોંચ કર્યું. નવી એલીટ આઇ20 ના એક્સટીરિયર અને ઇંટીરિયર બંનેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કારના રીયરમાં વધુ મોટો ટેલ લેંપ અને ટેલગેટને રિડીઝાઇન કરવામાં આવ્યો છે. નવી 2018 આઇ20માં નવી એલોય વ્હીલ્સ અને એક્સટીરિયરમાં 'ફ્લેમ ઓરેંજ' કલર આપવામાં આવ્યો છે. કારના પેટ્રોલ વર્જનની શરૂઆતી કિંમત 5,34,900 રૂપિયા અને ડીઝલ વર્જનની કિંમત 673,000 રાખવામાં આવી છે. 

2/5

દક્ષિણ કોરિયાઇ કાર નિર્માતા કંપની કિયા મોટરર્સે (KIA Motors) ઓટો એક્સપોના પહેલા દિવસે પોતાને કોન્સેપ્ટ કાર SPને લોંચ કરી. આ કારનો સ્ટાલિશ લુક ભારતીય કાર બજારમાં પહેલાંથી ઉપલબ્ધ કારોને આકરી ટક્કર આપશે. એસપીની સત્તાવાર લોચિંગ 2019ના સેંકડ હાફમાં કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે તેણે એસપીને ખાસકરીને ભારતીય માર્ગ માટે ડિઝાઇન કરવામાં આવશે. આ પહેલો અવસર છે જ્યારે કંપનીએ બજારમાં સ્વદેશ નિર્મિત કારને ઉતારી છે. 

3/5

ઑટો એક્સપો 2018ના પહેલા દિવસે હોંડાએ નવી અમેજ કારનું સબકોમ્પેક્ટ સેડાન વર્જન લોંચ કર્યું. નવી હોંડા અમેજનો મુકાબલો નવી ડિઝાયર સાથે થશે. ડિઝાયર પેટ્રોલ એંજીનની સાથે 22 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે અને ડીઝલ એંજીનની સાથે આ કાર 28.4 કિલોમીટર પ્રતિ લીટર માઇલેજ આપે છે. ડિઝાયરની શરૂઆતી કિંમત 5.45 લાખ છે જે 9.41 લાખ રૂપિયા સુધી જાય છે. હોંડા અમેજમાં 1.2 લીટર V-TEC પેટ્રોલ અને 1.5 લીટર D-TEC એંજીન હશે. 

4/5

મારૂતિ સુજુકીની કોન્સેપ્ટ કોમ્પેક્ટ એસયૂવી FutureS સાથે ઓટો એક્સપોને લોંચ કરી. એવી ચર્ચા છે કે FutureS મારૂતિની બેસ્ટ સેલિંગ કાર અલ્ટોને રિપ્લેસ કરી શકે છે. કારને લોંચ કરતી વખતે મારૂતિ સુજુકીના એમડી તથા સીઈઓ કેનિચી આયુકાવાએ કહ્યું કે કંપની પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ 2020 સુધી લોંચ કરશે. કંપની વધુ લોકેલાઇજેશન માટે આરએંડડીમાં રોકાણ કરી રહી છે. કંપનીના મોટા પોર્ટફોલિયોને બીએસ-VI નોર્મ પર શિફ્ટ કરવાનું કામ ટ્રેક પર છે. 

5/5

ટૂ વ્હીલર નિર્માતા કંપની સુજુકી ઇંડીયાએ બુધવારે ઓટો એક્સપોમાં પોતાનું દમદાર સ્કૂટર લોંચ કર્યું. આ સાથે જ કંપનીએ ઓટો એક્સપોના પ્રથમ દિવસે પોતાની બાઇકને પણ લોંચ કરી. સુજુકીએ પોતાની લેટેસ્ટ બર્ગમેન ઉપરાંત ગિક્સર, ઇંટ્રુડર બાઇકને લોંચ કર્યું. બર્ગમેન 125 CC થી માંડીને 638 CC સુધીના એંજીન વેરિયંટ સાથે આવ્યું છે. જો કે ભારત માટે કંપનીએ 125 CCનું મોડલ લોંચ કર્યું છે. સુજુકીએ આ સ્કૂટરમાં 14 ઇંચના વ્હીલ આપ્યા છે. આ ઉપરાંત પણ કંપનીએ આ સ્કૂટરમાં ઘણા દમદાર ફીચર્સ આપ્યા છે.