હેપી બર્થડે સિંધુઃ આકરી મહેનતે બનાવી ચેમ્પિયન, રોજ ટ્રેનિંગ માટે કરતી હતી 56 કિમીની સફર

ભારતીય બેન્ડમિન્ટન સ્ટાર પીવી સિંધુનો આજે (5 જુલાઈ) જન્મદિવસ છે. 

1/8
image

પુસરલા વેંકટ સિંધુનો જન્મ 5 જુલાઈ 1995ના આંધ્ર પ્રદેશના વિજયવાડામાં થયો હતો. બેન્ડમિન્ટનની દુનિયામાં ધમાલ મચાવનાર સિંધુ બાળપણથી જ ખૂબ મહેનતુ હતી. (ફોટો સાભારઃ તમામ ફોટો પીવી સિંધુ ફેસબુક)

 

2/8
image

સિંધુની રમતને નિખારવાનું કામ ઓલ ઈંગ્લેન્ડ બેન્ડમિન્ટન ચેમ્પિયન રહી ચૂકેલા પુલેલા ગોપીચંદે કર્યું. તેમની કોચિંગમાં સિંધુની મહેનતના દમ પર ભારત માટે ઘણા મેડલ લાવી ચુકી છે. 

 

3/8
image

5 ફુટ સાડા 10 ઇંચ લાંબી પીપી સિંધુ ત્યારે ચર્ચામાં આવી, જ્યારે તેણે વર્ષ 2013માં ગ્વાંગ્ઝૂ ચીનમાં આયોજીત વિશ્વ બેન્ડમિન્ટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો. સિંધુના પિતા પીવી રમન્ના અને માં પી વિજયા વોલીબોલ ખેલાડી રહી ચૂક્યા છે. 

4/8
image

17 વર્ષની ઉંમરમાં જ સિંધુ BWF રેન્કિંગમાં ટોપ-20માં જગ્યા બનાવવામાં સફળ રહી. તેણે જણાવ્યું હતું કે, તે ટ્રેનિંગ માટે આકરી મહેનત કરતી હતી અને દરરોજ આશરે 56 કિલોમીટરની સફર કરતી હતી. 

5/8
image

વિશ્વ ચેમ્પિયનશિપ 2013માં બ્રોન્ઝ મેડલ જીતનારી સિંધુ ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની. સિંધુએ આ સફલતાને આગામી વર્ષે 2014માં કોપેનહાગેનમાં પણ ફરી દોહરાવી. તેણે સતત બીજા વર્ષે વિશ્વ ચેમ્પિયનશિપનો બ્રોન્ઝ મેડલ જીતીને બેન્ડમિન્ટન પંડિતોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. તેણે 2017 વર્લ્ડ ચેમ્પિયનસિપમાં સિલ્વર મેડલ જીત્યો. 

6/8
image

સિંધુ વર્લ્ડ બેન્ડમિન્ટન રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર રહી. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ (2018, મિક્સ્ડ ટીમ), સિલ્વર (2018 સિંગલ) અને બ્રોન્ઝ (2014) મેડલ જીત્યા સિવાય ઉબેર કપમાં 2 વાર બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. 

 

7/8
image

સિંધુએ કમાલનું પ્રદર્શન કરતા રિયો ઓલંમ્પિકના ફાઇનલમાંજ જગ્યા બનાવી પરંતુ તે ટાઇટલ મુકાબલામાં કૈરોલિના મારિન સામે હારી ગઈ. સિંધુએ સિલ્વર જીતીને પણ ઈતિહાસ રચ્યો અને દેશને આ ગેમ્સમાં પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો. તે ઓલંમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ મહિલા બની. 

 

8/8
image

સિંધુનું ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માન કરવામાં આવી ચૂક્યું છે. તે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (2013), પદ્મશ્રી એવોર્ડ (2016), અર્જુન એવોર્ડ અને TOISA એવોર્ડથી તેનું સન્માન કરવામાં આવ્યું છે.