B'day: જ્યારે મીના કુમારીને અનાથાલય છોડીને આવી ગયા હતા તેના માતા-પિતા!

આજે બોલિવૂડની ટ્રેજડી ક્વિન એવી લિજેન્ડરી એક્ટ્રેસ મીના કુમારીનો આજે 85મો જન્મદિવસ છે 

1/8
image

હિન્દી સિનેમામાં 'ટ્રેજેડી ક્વીન' તરીકે ઓળખાતા નાયિકા મીના કુમારી આજે 85 મા જન્મદિવસ છે.  તે ફિલ્મ અભિનય અને અદ્ભુત સુંદરતા માટે ફિલ્મ ઈંડસ્ટ્રીની સાથે સાથે લોકોના દિલમાં હજી પણ જીવંત છે. તેનો જન્મ ઇકબાલ બેગમ અને અલી  બક્ષની ત્રીજી દીકરી તરીકે થયો હતો. તેના જન્મ વખતે માતા-પિતા પાસે  હોસ્પિટલના પૈસા ભરવા માટે પણ પૈસા નહોતા. 

2/8
image

પૈસા ન હોવાના કારણે મીનાકુમારીના માતા-પિતા દીકરીને અનાથાલય મુકવા માટે ગયા પણ પછી ગણતરીના કલાકોમાં તેને પાછી લઈ આવ્યા. ચાર વર્ષની વયે મીનાકુમારીએ ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. 

3/8
image

મીનાકુમારીએ 1939માં ફિલ્મ 'લેધરફેસ'માં બેબી મહેજબીંનો રોલ ભજવ્યો હતો. મીના કુમારીએ 33 વર્ષોની કરિયરમાં લગભગ 92 ફિલ્મોમાં કામ કર્યું છે. 

4/8
image

બોલિવૂડમાં ત્રણ દાયકા દરમિયાન પોતાની એક્ટિંગથી બધાનું દિલ જીતી લેનારી મીના કુમારી પર્સનલ લાઇફમાં બહુ દુખી હતી. તેના જીવનની તમામ પીડા તેની ફિલ્મોના અભિનય મારફતે બધા સામે આવી હતી. 

5/8
image

મીના કુમારીએ સાહિબ, બીબી ઓર ગુલામ, પરિણીતા, ફૂલ ઔર પત્થર, દિલ એક મંદિર, કાજલ અને પાકિઝા જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની જાતને અમર બનાવી દીધી. દર્શકોના દિલમાં મીના કુમારીની ખાસ જગ્યા છે.

6/8
image

મીના કુમારીને બેસ્ટ એક્ટ્રેસ કેટેગરીમાં કુલ ચાર ફિલ્મફેર અવોર્ડસ મળ્યા હતા. 1963માં થયેલા 10મા ફિલ્મફેર અવોર્ડસમાં તેણએ બેસ્ટ એક્ટ્રેસના તમામ નોમિનેશન મેળવીને ઇતિહાસ રચી દીધો છે. 

7/8
image

મીના કુમારીએ ફિલ્મમેકર કમાલ અમરોહી સાથે 1852માં નિકાહ કર્યા હતા. 31 માર્ચ, 1972માં માત્ર 38 વર્ષની વયે મીના કુમારી આ દુનિયાને અલવિદા કહીને હંમેશા માટે ચાલી ગઈ હતી. 

8/8
image

ગૂગલે મીના કુમારીની યાદમાં આજે બહુ જ ખૂબસુરત અને શાનદાર ડૂડલ બનાવીને મીના કુમારીને યાદ કરી છે. લાલ સાડીમાં મીના કુમારી આ ડૂડલમાં બહુ ખૂબસુરત લાગે છે. (ફોટો સાભાર : સોશિયલ મીડિયા)