PICS: કોંગ્રેસની જેમ ભાજપનો ઉપવાસ બન્યો ઉપહાસ

Apr 12, 2018, 05:37 PM IST

કોંગ્રેસની જેમ ભાજપનો ઉપવાસ બન્યો ઉપહાસ, અમદાવાદમાં ધરણાં સ્થળ પર ફૂડ પેકેટ અને કોલ્ડ્રિંક્સની બોટલો મળી છે. 

1/6

લોકતંત્ર બચાવોના નારા સાથે આજે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણાં અને ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં અપના બજાર સામે, લાલ દરવાજા ખાતે ભાજપના નેતાઓ દ્વારા ઉપવાસનું આયોજન કરવમાં આવ્યું હતું. અહીં મેયર ગૌતમ શાહ સહિત ભાજપના અન્ય નેતાઓ હાજર રહ્યાં હતા. 

 

2/6

અમદાવાદમાં ભાજપના નેતાઓના ઉપવાસમાં સાંસદ કીરીટ સોલંકી પણ હાજર રહ્યાં હતા. તેમણે સંબોધન પણ કર્યું હતું. 

 

3/6

કોંગ્રેસનો ઉપવાસ જેમ ઉપહાસ બન્યો હતો, તેમ ભાજપનો ઉપવાસ  પણ ઉપહાસ બની ગયો છે. ઉપાવસના મંડપની પાછળ ફૂડ પેકેટ મળ્યા હતા. 

 

4/6

ભાજપના નેતાઓ જ્યાં ઉપવાસ કતરા હતા તે સ્ટેજની પાછળ ઠંડાપીણા પણ જોવા મળ્યા હતા. આ સ્ટેજ પાછળ સામાન્ય કાર્યકર્તાને જવા માટે પ્રતિબંધ હતો. 

 

5/6

આ તસ્વીર ભાજપના નેતાઓના ઉપવાસ સ્થળની છે. જ્યાં ઉપવાસ દરમિયાન પીવા માટે કોલ્ડ્રિંક્સના મોટા જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

6/6

રાજકોટમાં પણ ભાજપના નેતાઓએ ઉપવાસ કરતા પહેલા હવા ખાવા માટે 8 કૂલર મંગાવ્યા હતા. આ કૂલરમાં પાણી માટે એક ટેન્કર પણ મંગાવ્યું હતું. 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close