આ વ્યક્તિને જોઇને મહેંદ્ર સિંહ ધોનીનું બધુ જ ટેન્શન થઇ જાય છે દૂર

Aug 10, 2018, 02:18 PM IST

લોકપ્રિયતાના મામલે જીવા પોતાના પિતાથી પણ આગળ છે. 3 વર્ષની ઉંમરમાં જ જીવા ખૂબ મોટી સેલિબ્રિટી બની ચૂકી છે.

1/5

MS Dhoni, Ziva

MS Dhoni, Ziva

પૂર્વ ભારતીય કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાની પુત્રી જીવા સાથે સંકળાયેલી કેટલીક વાતોને પોતાના ફેન્સ સાથે શેર કરી. ધોનીએ જણાવ્યું કે મેચ દરમિયાન પોતાની જીવાની હાજરીથી તેને તણાવમુક્ત થવામાં મદદ મળે છે અને તેમની જોશ જળવાઇ રહે છે. ધોનીની પુત્રી જીવા આ વર્ષે આઇપીએલ મેચો દરમિયાન પોતાની માતા સાક્ષીની સાથે નિયમિત રીતે સ્ટેડિયમમાં હાજર રહી. 

2/5

MS Dhoni, Ziva

MS Dhoni, Ziva

મહેંદ્ર સિંહ ધોનીને જ્યારે તેમની પુત્રીની મેચો દરમિયાન ઉપસ્થિતિ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે 'તે (જીવા) જેટલું આકર્ષણનું કેંદ્ર બની રહે છે અને હું જ્યાં પણ જાવ છું લોકો તેના વિશે પૂછે છે, આ મને પસંદ છે અથવા નથી તએ અલગ વાત છે પરંતુ તેનું આસપાસ હોવું સારું લાગે છે. તે જીવંતતા બનાવી રાખે છે. 

3/5

MS Dhoni, Ziva

MS Dhoni, Ziva

મહેંદ્ર સિંહ ધોનીએ કહ્યું કે 'આ સારો અહેસાસ છે કે કોઇ એવું તમારી આસપાસ છે જો કે તમને તણાવમુક્ત કરી શકે છે. તેના હોવાથી ઘણું બધુ સારું લાગે છે. તે પણ ફક્ત સાડા ત્રણ વર્ષની છે પરંતુ તેનો પોતાનો અલગ પ્રકારનો વ્યવહાર છે. તે એક ખાસ રીતે વાત કરે છે અને જો તમારી પુત્રી હંમેશા તમારી આસપાસ હોય તો સારું લાગે છે.'

4/5

MS Dhoni, Ziva

MS Dhoni, Ziva

તમને જણાવી દઇએ કે મહેંદ્ર સિંહ ધોની પહેલાં પણ ઇન્ટરવ્યૂંમાં કહી ચૂક્યા છે કે જીવાના તેમની જીંદગીમાં આવ્યા બાદ કેવી રીતે તેમની જીંદગીમાં ફેરફાર આવ્યો. ધોનીનું કહેવું છે કે તેમને ખબર નથી કે પિતા બન્યા બાદ ક્રિકેટર તરીકે તેમનામાં કોઇ ફેરફાર આવ્યો છે કે નહી પરંતુ પુત્રી જીવાના જન્મ બાદ એક માણસ તરીકે ખૂબ ફેરફાર આવ્યો છે. તેમનું કહેવું હતું કે 'મને ખબર નથી કે તેનાથી ક્રિકેટર તરીકે મારામાં કોઇ ફેરફાર આવ્યો છે કે નહી પરંતુ એક વ્યક્તિ તરીકે જરૂર ફેરફાર આવ્યો છે કારણ કે પુત્રીઓ પિતાની ખૂબ નજીક હોય છે. 

5/5

MS Dhoni, Ziva

MS Dhoni, Ziva

લોકપ્રિયતાના મામલે જીવા પોતાના પિતાથી પણ આગળ છે. 3 વર્ષની ઉંમરમાં જ જીવા ખૂબ મોટી સેલિબ્રિટી બની ચૂકી છે. પોતાના પપ્પાની સાથે જીવા જે પણ ઇવેંટમાં જાય છે બધી લાઇમલાઇટ એકલી જ ચોરી લે છે. જીવાનું પોતાનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે. તેના ફોટા અને વીડિયોને લાખો લાઇક્સ મળે છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close