જાનૈયાઓ સાથે જતા હતાં લાડી લેવા, પણ થયું એવું કે વરરાજા ઉભા રહી ગયા...

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જળસંચય અભિયાન અંતર્ગત આજે પાટણના રામણદા ગામે પહોચ્યા હતા.

May 11, 2018, 10:54 PM IST

પાટણ: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જળસંચય અભિયાન અંતર્ગત આજે પાટણના રામણદા ગામે પહોચ્યા હતા.

1/8

પાટણ: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જળસંચય અભિયાન અંતર્ગત આજે પાટણના રામણદા ગામે પહોચ્યા હતા. અહીં તેમણે સુજલામ સુફલામ જળઅભિયાન અંતર્ગત તળાવ ઊંડા કરવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ તેઓ શણગારેલાં બળદગાડામાં સવાર થઇને કાર્યક્રમ સ્થળ પર પહોચ્યા હતા. પાટણ તાલુકાના 61 ગામોમાંથી ઘરદીઠ એક એક રૂપિયો ભેગા કરી એમ 61,000 રૂપિયા સીએમ વિજય રૂપાણીને વિકાસ કાર્ય કરવા સુપ્રત કર્યા હતા. આ પ્રસંગે સીએમએ આ અભિયાનને જળઅભિયાન નહીં પણ જનઅભિયાન ગણાવ્યું હતું તેમજ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસની સરકારે પાણી માટે ધ્યાન ન રાખતા સૌરાષ્ટ્ર, કચ્છ સહીતના વિસ્તારોમાં લોકોને પાણી મેળવવા માટે હિજરત કરવી પડતી હતી.

2/8

આ પ્રસંગે રામણદા ગામેથી પરણવા જઈ રહેલા વરરાજાએ પણ મુખ્યમંત્રી સાથે રહી શ્રમદાન કર્યુ હતું. ત્યારબાદ જાન ચારુપ ગામે રવાના થઈ હતી.

3/8

મુખ્યમંત્રી બળદગાડામાં બેસીને કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતાં.

4/8

આ પ્રસંગે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ અભિયાન ને જળ અભિયાન નહિ પણ જનઅભિયાન ગણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે મેન, મનીપાવર અને  મશીનરી પાવરને જોડીને સરકારે અભિયાનને વેગવંતુ બનાવ્યું છે.

5/8

તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાંથી 11,000 લાખ ઘન ફૂટ માટી કાઢીને તેમાં વરસાદી ઈ સંગ્રહ કરી ગુજરાતને પાણીદાર બનાવવું છે.

6/8

કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર પણ કર્યાં. તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકારે પાણી માટે ધ્યાન ન રાખતા સૌરાષ્ટ્ર, કચ્છ સહીતના વિસ્તારોમાં લોકોને પાણી મેળવવા માટે હિજરત કરાવી પડતી હતી અને તે સમયે ટ્રેનો દ્વારા પાણી પહોચાડવાના નાટકો થતા હતા.

7/8

મુખ્યમંત્રી રૂપાણીએ એમ પણ કહ્યું કે હાલમાં પાણીની સમસ્યાને લઈને કોંગ્રેસીઓની લાળ ટપકતી હતી કે નર્મદામાં પાણી ઓછુ છે અને ધમાસાણ થશે. પરંતુ સરકારે પાણીની કોઈ તકલીફ પાડવા દીધી નથી.

8/8

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે શ્રમદાન કર્યુ હતું.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close