રાશિફળ 13 જૂન: 'આ' રાશિના જાતકો વિરોધીઓ પર ફતેહ મેળવશે, પ્રિય વ્યક્તિ સાથે થઈ શકે મુલાકાત

Jun 13, 2018, 07:52 AM IST

દરેક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જાણો.
 

1/12

મેષ: કોઈ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ઓફિસમાં મહત્વપૂર્ણ સંબંધમાં ઉચ્ચ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ થઈ શકે છે. ઓફિસના કામકાજ અર્થે મુસાફરી થઈ શકે છે. કાર્યભાર વધશે. કૌટુંબિક મામલે ઘરના સભ્યો સાથે ઊંડાણપૂર્વક વિચાર વિમર્શ કરશો.

2/12

વૃષભ: વિદેશ સંબંધિત વિષયો માટે દિવસ સારો રહેશે. વ્યાપારીઓને કારોબારમાં ઘન લાભ થશે. નવા આયોજન હાથમાં લેશો. લાંબા અંતરની મુસાફરી કરશો અને તીર્થ યાત્રા પણ કરી શકો છો. સંતાનોની પ્રગતિ થશે. સ્વાસ્થ્યનો ખાસ ખ્યાલ રાખો.

3/12

મિથુન: તમારા ક્રોધ પર સંયમ રાખો. વધારે પડતા ખર્ચથી તંગી અનુભવી શકો છો. કૌટુંબિક સભ્યો અને ઓફિસમાં સહકર્મીઓ સાથે મનમોટાવ કે વિવાદ થઈ શકે છે. ઈશ્વરની આરાધના અને આધ્યાત્મકતાથી મન શાંત રહેશે.

4/12

કર્ક: આજનો દિવસ સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા માટે લાભદાયક સાબિત થશે. ઉત્તમ આભૂષણ અને વાહન સુખ મળી શકે છે. મોજમસ્તી અને મનોરંજનમાં સમય પસાર થઈ શકે છે.વિજાતિય વ્યક્તિ સાથે રોમાંચક મુલાકાત થઈ શકે છે. ભાગીદારીથી લાભ થશે.

5/12

સિંહ: ઉદાસીન વૃત્તિ અને શંકાના વાદળો તમારા મન પર ઘેરાયેલા હોવાથી માનસિક રાહત નહીં લાગે. આમ છતાં ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દૈનિક કાર્યોમાં થોડા વિધ્નો આવશે. વધુ પરિશ્રમ કર્યા છતાં અધિકારીઓ સાથે વાદ વિવાદમાં ન પડતાં.

6/12

કન્યા: કોઈ કારણસર મન ચિંતિત રહેશે. પેટમાં તકલીફ થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પરેશાનીઓ આવવાની શક્યતા છે. આકસ્મિક ધન ખર્ચ થઈ શકે છે. શેર સટ્ટાથી દૂર રહો. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે.

7/12

તુલા: આજે તમે અત્યંત ભાવનાશીલ રહેશો અને તેના કારણે માનસિક અસ્વસ્થતાનો અનુભવ પણ થઈ શકે છે. માતા સાથે સંબંધ બગડશે અથવા માતાના સ્વાસ્થ્ય સંબંધે ચિંતા રહેશે. મુસાફરી માટે વર્તમાન સમય સારો નથી. વિવાદાસ્પદ વિષયોથી દૂર રહો.

8/12

વૃશ્ચિક: આજનો દિવસ સારો રહેશે. કાર્યમાં સફળતા મળશે. ભાગ્ય સાથ આપશે. વિરોધીઓનો પક્ષ નબળો પડશે અને પ્રિય વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે. ભાઈબંધુઓ સાથે આજે વ્યવહાર વધુ સહયોગપૂર્ણ અને પ્રેમાળ રહેશે.

9/12

ધનુ: કૌટુંબિક વાતાવરણના કારણે પરેશાનીઓ અનુભવી શકો છો. ફાલતુ ધનખર્ચ થઈ શકે છે. કાર્યો મોડા પૂરા થશે. કૌટુંબિક સભ્યો સાથે ગેરસમજને ટાળવાનો પ્રયત્ન કરવો પડશે. દૂર રહેતા મિત્રો અને સંબંધીઓનો લાભ મળી શકે છે.

10/12

મકર: ધાર્મિક કાર્યો અને પૂજાપાઠમાં રસ રહેશે. ગૃહસ્થ જીવનમાં આનંદ રહેશે. મિત્રો અને સંબંધીઓ તરફથી ભેટ મળી શકે છે. શારીરિક અને માનસિક રીતે આનંદિત રહેશો. નોકરી  અને વ્યવસાયમાં અનુકૂળ પરિસ્થિતિ રહેશે. દાંપત્ય જીવન સારું રહેશે.

11/12

કુંભ: આજે કોઈ પણના જામીન ન થવું અને રૂપિયાની લેણદેણ ન કરવી. ખર્ચમાં વધારો થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈની સાથે ગેરસમજના કારણે વિવાદ થઈ શકે છે. ક્રોધ પર કાબુ રાખો.

12/12

મીન: આજનો દિવસ તમારા માટે લાભકારક છે. નોકરી વ્યવસાયમાં આવક વધશે. વડીલ વર્ગ અને મિત્રો તરફથી તમને લાભ થશે. નવા મિત્ર બનશે જેમની મિત્રતા ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. માંગલિક કાર્યોમાં ભાગ લેશો. આકસ્મિક ધનલાભ થશે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close