ભારત સહિત આખા વિશ્વ માટે આ રૂપાળી યુવતી બની ગઈ છે 'મિસ્ટ્રી ગર્લ', હકીકત જાણીને ચોંકી જશો

હાલ દુનિયાભરના મીડિયામાં એક મિસ્ટ્રી ગર્લ ખુબ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મિસ્ટ્રી ગર્લને સયુંક્ત આરબ અમીરાત (યુએઈ)ની રાજકુમારી ગણાવાઈ રહી છે.

1/6
image

હાલ દુનિયાભરના મીડિયામાં એક મિસ્ટ્રી ગર્લ ખુબ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મિસ્ટ્રી ગર્લને સયુંક્ત આરબ અમીરાત (યુએઈ)ની રાજકુમારી ગણાવાઈ રહી છે. તેનું આખુ નામ શેખ લાતિફા બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ કહેવાઈ રહ્યું છે. કહેવાય છે કે શહજાદી શેખ લાતિફા દુબઈના શાસક મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની પુત્રી છે. દુનિયાભરના મીડિયામાં સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ શહેજાદી કઈ વાતથી નારાજ છે કે તે દુનિયાભરના દેશોમાં છૂપાઈને રહે છે.

2/6
image

ન્યૂઝ એજન્સી એએફપીએ દાવો કર્યો છે કે શહજાદી શેખ લાતિફા આ વર્ષ માર્ચમાં ગૂપચૂપ ભારત આવવા માંગતી હતી અને ત્યાંથી અમેરિકા ભાગી જવા માંગતી હતી. પરંતુ એમ થઈ શક્યું નહીં. એવો દાવો કરવામાં આવી રહ્યો ચે કે શહજાદી એક યાટ (પાણીમાં ચાલતુ નાનું જહાજ)માં બેસીને અરબ સાગર સુધી પહોંચી ગઈ હતી પરંતુ કદાચ ભાગ્યે સાથ ન આપ્યો અને તે ભારતીય નૌસેનાની નજરમાં આવી ગઈ.

3/6
image

કહેવાય છે કે ભારતીય નેવીએ શહજાદીને યાટ સહિત પકડીને યુએઈ સરકારને સોંપી દીધી હતી. આ ઘટના બાદ શહજાદીના કોઈ અહેવાલ નથી. દુનિયાભરના અનેક માનવાધિકાર સંગઠનો શહજાદીને લઈને યુએઈ સરકારને સવાલ પૂછી રહ્યાં છે પરંતુ કોઈ સટિક જવાબ મળતો નથી.

4/6
image

યુએઈ રોયલ ફેમિલીએ દાવો કર્યો છે કે શહજાદી હાલ તેના પરિવારજનો સાથે છે. પરંતુ એવી આશંકા જતાવવામાં આવી રહી છે કે તે ફેબ્રુઆરીના અંતમાં ઓમાન જતી રહી છે.

5/6
image

શાહજાદી લાતિફાએ આ વર્ષે માર્ચમાં યૂટ્યુબ પર એક વીડિયો અપલોડ કરીને આરોપ લગાવ્યો હતો કે તેના પરિવારજનો તેની ઈચ્છા વિરુદ્ધ વર્તાવ કરે છે. તે ઈચ્છે છે કે યુએઈમાં મહિલાઓ પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધ ન હોય. તે આ જ કારણથી તેના પરિવારથી દૂર ભાગી રહી છે.

6/6
image

યોહાનેનનું કહેવું  છે કે ઓમાન પહોંચ્યા બાદ તે અને લાતિફા ભારત પહોંચવાના હેતુથી એક યાટમાં સવાર થયા હતાં. યાટને હર્વે ચલાવી રહ્યાં હતાં. પરંતુ ચાર-પાંચ માર્ચની રાતે ભારતીય નેવીએ ઘેરી લીધા અને ત્યારબાદ યુએઈને સોંપી દીધા. હર્વે અને યોહાનેનને 22 માર્ચ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યાં અને ત્યારબાદ દેશનિકાલ કરવામાં આવ્યો.