પૂર્વ ઉદ્યોગમંત્રી અને શિક્ષણવિદ અનિલભાઇ પટેલને ભાવભીનિ શ્રધ્ધાંજલિ

મહેસાણાના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને ગણપત યુનિવર્સિટીના ચેરમેન અનિલભાઈ પટેલનું 73 વર્ષની વયે ગુરૂવારને 8મી ફેબ્રુઆરીના રોજ દુ:ખદ નિધન થયું છે. સદગતના અંતિમ દર્શને ગણપત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ, અગ્રણીઓ શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા અને સદગતને ભાવભીનિ શ્રધ્ધાંજલિ આપી હતી.   

Feb 8, 2018, 02:24 PM IST
anil patel
1/5

મહેસાણા ખાતે રોડ પેવર મશીનનો ઉદ્યોગ સ્થાપી રોજગારીની સાથોસાથ સ્વદેશી રોડ મશીન બનાવવાની શરૂઆત કરનાર અનિલભાઇ શિક્ષણના પણ ચુસ્ત આગ્રહી હતા અને એટલે જ એમને ગણપત યુનિવર્સિટી રૂપી છોડનું સિંચન કરી વટવૃક્ષ સમુ શિક્ષણ ધામ બનાવી બતાવ્યું. 73 વર્ષની વયે નિધન થતાં ઉત્તર ગુજરાતના શિક્ષણ જગતમાં મોટી ખોટ પડી છે. 

anil patel
2/5

વર્ષ 2002 અને 2007 દરમિયાન બે ટર્મ સુધી તેઓ મહેસાણાના ધારાસભ્ય રરહ્યાં અને ગુજરાત સરકારમાં ઉદ્યોગમંત્રી પણ રહ્યાં હતાં. મહેસાણા જીઆઈડીસીના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો હતો. આ ઉપરાંત ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના તેઓ પ્રમુખ પણ રહ્યાં હતાં. છેલ્લા દોઢ વર્ષથી તેમને કેન્સર હતું. એપોલો, ઝાયડસ હોસ્પિટલ અને અમેરિકામાં તેમની સારવાર ચાલી. 

anil patel
3/5

વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કરતા સમયે શિક્ષણ નગરી ઊભી કરવાનું તેમણે સપનું જોયું હતું. અમેરિકા નોકરી કરવા ગયા બાદ તેઓ નોકરી છોડીને પાછા આવી ગયા અને મહેસાણાને કર્મભૂમિ બનાવીને ઉદ્યોગ શરૂ કર્યો, સમાજ સેવા શરૂ કરીને 38 વર્ષની ઉંમરે મહેસાણા નાગલપુર કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી બન્યાં. અનિલભાઈ ગણપત યુનિવર્સિટી ઉભી કરવામાં સ્થાપક સંવર્ધક પણ બન્યાં.

anil patel
4/5

કુંટુંબના સહયોગથી માતાએ તેમને ઉછેર્યા અને પ્રાથમિક શિક્ષણ લણવા ગામે મેળવ્યું. માધ્યમિક શિક્ષણ કડી સર્વ વિદ્યાલય ખાતેથી તેમણે પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ એન્જિનિયરિંગનો અભ્યાસ વલ્લભવિદ્યાનગરમાં કર્યો. એન્જિ.માસ્ટર એમ ટેક કરવા માટે તેઓ અમેરિકા ગયા હતાં.

Anil Patel
5/5

અનિલભાઈનો જન્મ પાટણના લણવા ગામે 8મી માર્ચ 1944ના રોજ થયો હતો. તેમના પિતા ત્રિભોવનદાસ પટેલની ઢોર ચોર મામલે અવાજ ઉઠાવવાના લીધે હત્યા થઈ હતી. આથી તેમના પિતા શહીદ વીર  તરીકે ઓળખાયા હતાં. અનિલભાઈ તે સમયે માત્ર 11 વર્ષની ઉંમરના હતાં.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close