હેપી બર્થ ડે અમદાવાદ: શું તમે જાણો છો? અમદાવાદનો પાયો સસલાની હિંમતથી નંખાયો હતો

Feb 26, 2018, 11:07 AM IST
1/8

આજે અમદાવાદનો 608મો સ્થાપના દિવસ છે. અમદાવાદ ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ શહેર બન્યું છે. દર 26 ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ ઊજવાય છે.  (તસવીર સાભાર : http://heritage.ahmedabadcity.gov.in/)

2/8

અમદાવાદના સ્થાપક તરીકે સુલતાન અહમદ શાહનું નામ છે. મુગલ સુલતાને જે અહમદાબાદ વસાવ્યું એ હકીકતમાં આશાવલના નામે જાણીતું હતું.  (તસવીર સાભાર : http://heritage.ahmedabadcity.gov.in/)

 

3/8

અહીં આશા ભીલનું શાસન હતું. સુલતાન અહમદ શાહને સાંભળવા મળ્યું હતું કે આશા ભીલની દીકરી તેજા ખૂબ સુંદર છે. એ દીકરીને પામવા માટે અહમદ શાહ પાટણથી આશાવલ આવ્યો અને નજરાણામાં આશા ભીલ પાસે બહુ મોટી રકમ માગી.  (તસવીર સાભાર : http://heritage.ahmedabadcity.gov.in/)

 

4/8

આશા ભીલે એટલી રકમ ચૂકવવામાં અસમર્થતા જાહેર કરતાં તેણે શરત મૂકી કે કાં તો તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે કાં તારી દીકરી મને પરણાવવી પડશે. શરૂઆતમાં તો આશા ભીલે આ શરતનો વિરોધ કર્યો.  (તસવીર સાભાર : http://heritage.ahmedabadcity.gov.in/)

5/8

તેની પત્નીએ સુલતાન સાથે દુશ્મની વહોરી લેવાને બદલે દીકરી આપીને સંબંધ જોડી લેવાની સલાહ આપી. બસ, એ પછીથી તેણે આશાવલમાં જ રહેવાનું નક્કી કરી લીધું.  (તસવીર સાભાર : http://heritage.ahmedabadcity.gov.in/)

6/8

લોકવાયકા પ્રમાણે 1411માં 26 ફેબ્રુઆરીએ અહમદ શાહે પાટણ છોડીને સાબરમતી નદીના કિનારે ગુજરાતનું નવું પાટનગર વસાવવા માટે પોતાના મહેલનો પાયો મૂક્યો હતો.  (તસવીર સાભાર : http://heritage.ahmedabadcity.gov.in/)

7/8

એક દિવસ અહમદ શાહ તેના કાફલા અને શિકારી કૂતરાની સાથે સાબરમતી નદી પાસેનાં ગાઢ જંગલોમાં શિકાર માટે ફરી રહ્યા હતા ત્યારે અચાનક ઝાડીમાંથી એક સસલું કૂદી નીકળ્યું અને સુલતાનના શિકારી કૂતરા સામું થઈ ગયું. (તસવીર સાભાર : http://heritage.ahmedabadcity.gov.in/)

 

8/8

એક સસલાની આ હિંમત જોઈને અહમદ શાહ ચકિત થઈ ગયા અને તેને લાગ્યું કે આ જગ્યામાં જ કંઈક રહસ્ય છે અને તેણે સાબરમતી નદીની નજીકમાં જ પોતાનો મહેલ બનાવીને એની આસપાસ શહેર વસાવ્યું. 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close